શરાબના શોખીનો માટે અગત્યના સમાચાર : વેક્સીન સર્ટિફિકેટ વગર સરકારી વાઇનશોપ દારૂ આપશે નહિ , જાણો કોણે કર્યો આદેશ

હવે તમારે દારૂ ખરીદવા માટે ખાસ પ્રમાણપત્ર બતાવવું પડશે. આ પ્રમાણપત્ર હાંસલ કરવું જોકે મુશ્કેલ નથી પરંતુ તેના માટે તમારે આળસ ખંખેરી સરકારના એક મહાઅભિયાનમાં જોડાવું પડશે.

શરાબના શોખીનો માટે અગત્યના સમાચાર : વેક્સીન સર્ટિફિકેટ વગર સરકારી વાઇનશોપ દારૂ આપશે નહિ , જાણો કોણે કર્યો આદેશ
File Image of Wine Shop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:42 AM

દેશમાં હવે ‘જામ’ છલકાવવું મુશ્કેલ બની શકે છે. કારણ કે હવે તમારે દારૂ ખરીદવા માટે ખાસ પ્રમાણપત્ર બતાવવું પડશે. આ પ્રમાણપત્ર હાંસલ કરવું જોકે મુશ્કેલ નથી પરંતુ તેના માટે તમારે આળસ ખંખેરી સરકારના એક મહાઅભિયાનમાં જોડાવું પડશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ ગતિ વધારવામાં આવી છે. હજુ ઘણા લોકોનું આળસ ઉડી નથી અને ક્યાંક તે ખોટી માન્યતાઓ અને ડરમાં વેક્સીન લેવાનું ટાળે છે. આ વચ્ચે રસીકરણ અભિયાનમાં દરેકને જોડવા હવે માત્ર એવા લોકો કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓ જ સરકારી વાઇનશોપમાંથી ખરીદી કરી શકશે.

શરાબનું સેવન કરનાર માટે વેક્સીન યોગ્ય ન હોવાની ખોટી અફવાહ રસીકરણને લઈને ઘણા પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી ફેલાઈ છે જેને દૂર કરવા માટે અધિકારીઓએ રસીકરણ અંગે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતું.મોટી સંખ્યામાં લોકોને રસીકરણ કરાવવા અને આ મિશનનો ભાગ બનવા માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ લોકો હજુ પણ રસી લેવાથી અંતર રાખી રહ્યા છે.

રસીકરણ 100 % સફળ બનાવવા યુક્તિ અજમાવાઈ જે લોકો સરકારી વાઈનશોપમાંથી દારૂ ખરીદવા માંગતા હોય તો તેઓએ પહેલા કોરોનાની રસી માટે બંને ડોઝનું પ્રમાણપત્ર બતાવવું પડશે. જાહેરનામું બહાર પાડનાર IAS અધિકારી દિવ્યાએ જણાવ્યું હતું કે ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે . મોટી સંખ્યામાં લોકોને પ્રથમ કે બીજી વખત રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે આ હુકમ ચોક્કસપણે લોકો પર અસર કરી રહ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દારૂની ખરીદી મુશ્કેલ બનાવવાની અસર દેખાઈ IAS અધિકારી દિવ્યાએ કહ્યું કે અમે કોવિડ પોર્ટલને અપડેટ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ દારૂનું સેવન કરે છે અને રસી લેવા માટે તૈયાર નથી. તેમને રસી અપાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કે જે કોઈ દારૂ ખરીદવા માંગે છે તે પહેલા રસીકરણનું પ્રમાણપત્ર બતાવે તે અનિવાર્ય છે. સરકારી આઉટલેટ્સ પર દારૂ ખરીદવા માટે રસીકરણ પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ સબમિટ કરવું જરૂરી છે.

આદેશ કરનાર IAS અધિકારી ફરજ બજાવે છે ? તમિલનાડુની નીલગિરિ તેની કુદરતી સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. લોકડાઉનને કારણે અહીંના પ્રવાસન ક્ષેત્રને ભારે અસર થઈ છે. પરંતુ હવે ધીરે ધીરે વહીવટીતંત્રે પ્રવાસન ખોલવાનું શરૂ કર્યું છે. એવું જોવામાં આવ્યું છે કે આ સપ્તાહથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દક્ષિણ ભારત સ્થિત તમિલનાડુના નીલિગિરીમાં એક જાહેરનામું ભાર પડાયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એવા લોકો કે જેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેઓ જ સરકારી વાઈન શોપમાંથી દારૂ ખરીદી શકશે. નીલગીરી જિલ્લામાંઆ નિયમ લાગુ કરાયો છે. નીલગીરીના જિલ્લા કલેકટર દિવ્યાએ જણાવ્યું હતું કે આ પગલું લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા માટે ભરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જોતમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ કરો બેંકનો સંપર્ક

આ પણ વાંચો : RBI એ KYC નિયમોનું ઉલ્લંઘન કરનાર બેંકો સામે કરી લાલ આંખ , જાણો કઈ બેંકને ફટકારાયો દંડ, શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર?

g clip-path="url(#clip0_868_265)">