લોન આપતી ગેરકાયદેસર એપ પર ટૂંક સમયમાં પ્રતિબંધ લાગશે, RBI નક્કી કરશે કોના ઈરાદા છે ખરાબ

|

Sep 10, 2022 | 7:13 AM

નાણામંત્રીએ ગેરકાયદેસર લોન એપ્સના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી છે જે ખાસ કરીને નબળા અને ઓછી આવક ધરાવતા જૂથોને અત્યંત ઊંચા વ્યાજ દરો અને હિડન ચાર્જીસ પર લોન ઓફર કરે છે.

લોન આપતી ગેરકાયદેસર એપ પર ટૂંક સમયમાં પ્રતિબંધ લાગશે, RBI નક્કી કરશે કોના ઈરાદા છે ખરાબ
Finance Minister Nirmala Sitaraman
Image Credit source: File Image

Follow us on

ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઈન ગણતરીના સમયમાં લોન(Loan) મળી રહી છે પરંતુ આ ત્વરિત લોનથી સાવચેત રહેવું જરૂરી છે અન્યથા તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. એવા અહેવાલો છે કે ચીન ભારતીયોને દેવાની જાળમાં ફસાવી રહ્યું છે. આ માટે ચીન તરફથી એપ દ્વારા લોન આપવામાં આવી રહી છે. લોન લીધા બાદ તમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ સાથે તમારી સાથે છેતરપિંડી જેવી ઘટનાઓ પણ અંજામ આપી શકે છે. નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે નિયમિત બેંકિંગ ચેનલોની બહાર ગેરકાયદે લોન એપ્સના મુદ્દા પર એક બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારની તમામ એપ્સના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

આ બેઠકમાં નાણાં મંત્રાલયના નાણા સચિવ ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, આર્થિક બાબતો; સચિવ, મહેસૂલ અને કોર્પોરેટ અફેર્સ (વધારાના ચાર્જ); સચિવ, નાણાકીય સેવાઓ; સચિવ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી; ડેપ્યુટી ગવર્નર, આરબીઆઈ; અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, આરબીઆઈએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

નાણામંત્રીએ ગેરકાયદેસર એપ્સ પર ચિંતા વ્યક્ત કરી

નાણામંત્રીએ ગેરકાયદેસર લોન એપ્સના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી છે જે ખાસ કરીને નબળા અને ઓછી આવક ધરાવતા જૂથોને અત્યંત ઊંચા વ્યાજ દરો અને હિડન ચાર્જીસ પર લોન ઓફર કરે છે. બ્લેકમેઇલિંગ, ફોજદારી ધાકધમકી વગેરે સહિતની હિંસક રિકવરી પ્રથાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી. નાણાપ્રધાન સીતારમણે મની લોન્ડરિંગ, કરચોરી, ડેટા ભંગ/ગોપનીયતા અને અનિયંત્રિત પેમેન્ટ એગ્રીગેટર્સ, શેલ કંપનીઓ, નિષ્ક્રિય NBFCs વગેરેના દુરુપયોગની શક્યતા તપાસી છે.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

કાનૂની, પ્રક્રિયાગત અને તકનીકી પાસાઓ પર વિગતવાર ચર્ચા કર્યા પછી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે RBI તમામ માન્ય એપ્સની “વ્હાઇટલિસ્ટ” તૈયાર કરશે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે એપ સ્ટોર પર માત્ર વ્હાઇટલિસ્ટેડ એપ્સ હોસ્ટ કરવામાં આવે. આરબીઆઈ એવા ખાતાઓ પર નજર રાખશે જેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે અને નિષ્ક્રિય NBFCsનો દુરુપયોગ ટાળવા માટે સમીક્ષા અથવા રદ કરશે.

સરકાર ગેરકાયદેસર કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરશે

આરબીઆઈ એ સુનિશ્ચિત કરશે કે પેમેન્ટ એગ્રીગેટર્સની નોંધણી સમય મર્યાદામાં પૂર્ણ થઈ જાય અને ત્યારપછી કોઈ અનરજિસ્ટર્ડ પેમેન્ટ એગ્રીગેટરને કોઈપણ સંજોગોમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોર્પોરેટ મંત્રાલય શેલ કંપનીઓની ઓળખ કરશે અને તેમના દુરુપયોગને રોકવા માટે તેમની નોંધણી રદ કરશે.

ગ્રાહકો, બેંક કર્મચારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને અન્ય હિતધારકો માટે સાયબર જાગૃતિ વધારવા માટે પગલાં લેવા જોઈએ. તમામ મંત્રાલયો અને એજન્સીઓએ આવી ગેરકાયદે લોન એપ્સના સંચાલનને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવા પડશે. નાણા મંત્રાલય નિયમિત ધોરણે પાલન માટે કાર્યવાહી કરવા યોગ્ય મુદ્દાઓ પર નજર રાખશે.

 

 

Next Article