SBI Alert: SBIએ કઈ ચાર એપથી દુર રહેવા માટે એલર્ટ આપ્યું જાણો છો? રહેજો સચેત નહીતર એકાઉન્ટ થશે સાફ

|

Sep 05, 2021 | 10:12 PM

SBI તમામ ખાતાધારકોને ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે આ ચાર એપથી દૂર રહો નહીંતર તમારું ખાતું ખાલી થઈ જશે

SBI Alert:  SBIએ કઈ ચાર એપથી દુર રહેવા માટે એલર્ટ આપ્યું જાણો છો? રહેજો સચેત નહીતર એકાઉન્ટ થશે સાફ
SBIએ જાહેર કર્યું એલર્ટ

Follow us on

SBI Alert:  દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને ચાર એપથી દૂર રહેવાની ચેતવણી આપી છે, નહીં તો ખાતું ખાલી થઈ જશે. ચાર મહિનામાં સ્ટેટ બેંકના 150 ગ્રાહકોને આ એપ્સના કારણે 70 લાખથી વધુનું નુકસાન થયું છે. ગ્રાહકો છેતરપિંડી કરનારાઓની લાલચમાં ફસાઈ જાય છે અને એપ ડાઉનલોડ કરે છે અને ખાતું સાફ થઈ જાય છે.

કઈ એપ્લીકેશન ડાઉનલોડ ન કરવી જોઈએ

છેતરપીંડીની વધતી જતી ઘટનાઓને જોતા સ્ટેટ બેંકે તેના ખાતાધારકોને કહ્યું છે કે તેઓ કોઈપણ ડેસ્ક, ક્વિક સપોર્ટ, ટીમવ્યુઅર અને મિંગલવ્યુ એપ્સને ભૂલથી પણ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ ન કરે. એસબીઆઇએ તેના ખાતાધારકોને યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ વિશે પણ ચેતવણી આપી છે અને તેમને કોઇપણ અજ્ઞાત સ્ત્રોતમાંથી યુપીઆઇ કલેકટ વિનંતીઓ અથવા ક્યૂઆર કોડ્સ સ્વીકારવા માટે કહ્યું નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એસબીઆઈએ પોતાના ગ્રાહકોને આ આપી સલાહ

અજાણી વેબસાઈટો પરથી હેલ્પલાઈન નંબર શોધવાની ભૂલ કરશો નહીં, કારણ કે SBI ના નામે અડધો ડઝનથી વધુ નકલી વેબસાઈટ્સ ચાલી રહી છે. કોઈપણ ઉકેલ માટે માત્ર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને યોગ્ય રીતે તપાસ કર્યા પછી જ તમારી માહિતી શેર કરો.

એસબીઆઈ બેંકે ગ્રાહકોને સલાહ આપી છે કે બેંક દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પછી એસએમએસ મોકલે છે. જો તમે ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો તરત જ તે મેસેજ SMS માં આપેલા નંબર પર ફોરવર્ડ કરો.

કોઈ પણ ફેરફાર અંગે બેન્ક દર વખતે ગ્રાહકોને અગાઉથી આપે છે જાણકારી

SBI સમયાંતરે તેના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મનું મેન્ટેન્સ કરે છે. ગયા મહિને પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સેવાઓ મેન્ટેન્સ પ્રવૃત્તિઓને કારણે ખોરવાઈ ગઈ હતી. આ સમય દરમિયાન, ગ્રાહક ડિજિટલ બેન્કિંગ ગ્રાહકો યોનો, યોનો લાઇટ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની સેવાઓનો લાભ મેળવી શકતા નથી. દર વખતે બેંક દ્વારા ગ્રાહકોને અગાઉથી જાણ કરવામાં આવે છે.

SBI દેશની સૌથી મોટી બેંક છે

તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી બેંક છે. દેશભરમાં આ બેંકની કુલ 22,000 થી વધુ શાખાઓ, 57,889 એટીએમ ઉપલબ્ધ છે. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં એસબીઆઈ પાસે 8.5 કરોડ ઈન્ટરનેટ બેંકિંગ ગ્રાહકો અને 1.9 કરોડ મોબાઈલ બેંકિંગ વપરાશકર્તાઓ છે.

આ પણ વાંચો :  Indian Economy: અર્થતંત્રએ મહામારી સામે લડવાનુ શીખી લીધુ છે, શોર્ટ ટર્મ રોજગાર પેદા કરવા પર મુકવો પડશે ભાર – RBI MPC સભ્ય

આ પણ વાંચો :  IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

Published On - 9:06 pm, Sun, 5 September 21

Next Article