AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર

જોકે તમે પહેલાથી જ વ્યાજની આવક પર TDS ભરપાઈ કરી ચૂક્યા છો અને તમે નીચલા ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમે રિફંડ માટે દાવો કરી શકો છો. ઉલ્લેખનીય છે કે કરદાતાએ ITR માં કરવેરા પહેલાની અથવા કુલ આવક દર્શાવવાની હોય છે

જો તમે બેંકને તમારા PAN ની વિગતો નથી આપી તો તમારું TDS REFUND અટકી શકે છે , જાણો વિગતવાર
If you do not provide your PAN details to the bank, your TDS refund may be suspended
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:36 AM
Share

જો તમે હજી સુધી બેંકમાં તમારી પાનકાર્ડ વિગતો અપડેટ કરી નથી તો જલ્દીથી આ કામ પતાવી લો કારણ કે આ વિના તમને TDS ક્લેમમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બેંક તમારી થાપણો પર ૨૦ ટકાના ઉચ્ચ દરે ટીડીએસ કાપી શકે છે. ઉપરાંત જો પાન કાર્ડની વિગતો અપડેટ કરવામાં ન આવે તો TDS ક્રેડિટનો દાવો કરવા માટે તમારી ટેક્સની વિગતો ફોર્મ 26AS માં દેખાશે નહીં.

જોકે તમે પહેલાથી જ વ્યાજની આવક પર ટીડીએસ ભરપાઈ કરી ચૂક્યા છો અને તમે નીચલા ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમે રિફંડ માટે દાવો કરી શકો છો. ઉલ્લેખનીય છે કે કરદાતાએ ITR માં કરવેરા પહેલાની અથવા કુલ આવક દર્શાવવાની હોય છે અને ચૂકવેલ કરની ક્રેડિટ અલગથી લેવાની હોય છે પરંતુ પાન કાર્ડ જમા ન કરાવવાના કિસ્સામાં બેંક દ્વારા દાખલ કરાયેલા ટીડીએસ રિટર્નમાં “પાન ઉપલબ્ધ નથી” દેખાશે.

TBR ના આધારે ક્રેડિટ આપી શકાય છે કરદાતા રિફંડ મેળવવા માટે કપાતકર્તા દ્વારા તેને આપવામાં આવેલા ટ્રાન્ઝેક્શન-આધારિત રિપોર્ટ (TBR) નો ઉપયોગ કરી શકે છે. આ આધારે તમે ક્રેડિટ પણ મેળવી શકો છો. જો કે આ કરદાતાને નોટિસ જારી કરી શકે છે કારણ કે આવકવેરા રિટર્નમાં ટીડીએસનો દાવો કરવામાં આવ્યો છે અને ફોર્મ 26AS માં પાન કાર્ડની વિગતો દેખાશે નહીં તેથી કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં કરેક્શન અરજી ફોર્મ પણ ભરવાનું રહેશે.

TDS રિફંડ ક્લેઇમ કરવાની પ્રક્રિયા જો TDS ટેક્સ લાયેબિલિટી કરતા વધારે કાપવામાં આવે છે તો તમે ITR ફાઇલ કરીને રિફંડનો દાવો કરી શકો છો. આમાં તમારે બેંકનું નામ અને તેનો IFSC કોડ આપવો પડશે. જો તમારી પાસે કરપાત્ર આવક ન હોય તો તમારે લોઅર અથવા નીલ TDS પ્રમાણપત્ર માટે અરજી કરવી પડશે. આ અંતર્ગત તમારે ફોર્મ 13 ભરવાનું રહેશે. તમારે આ ફોર્મ TDS કપાતકર્તાને સબમિટ કરવાનું રહેશે. જો તમે બેંકોના વ્યાજમાંથી કમાતા નથી તો તમારે 15G ફોર્મ હેઠળ આ માહિતી આપવી પડશે. ITR ફાઇલ કર્યાના 3-6 મહિનાની અંદર તમારા બેંક ખાતામાં ITR રિફંડ જમા થાય છે.

Follow Us
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">