ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે

|

Sep 27, 2022 | 1:57 PM

ગ્રાહકોની માહિતી સુરક્ષિત રાખવા માટે, રિઝર્વ બેંકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે
CII has requested RBI to reduce the pace of interest rate hike.

Follow us on

તહેવારોની સિઝનમાં, જો તમે ઓનલાઈન શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો અને પેમેન્ટ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે 1લી ઓક્ટોબરથી ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની રીત બદલાઈ રહી છે. રિઝર્વ બેંકે (RBI) આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને ઓનલાઈન, POS અને એપ ટ્રાન્ઝેક્શન(Transaction)માં ટોકન્સમાં કન્વર્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ આ સમયમર્યાદા જુલાઈ હતી પરંતુ તેને 3 મહિના લંબાવવામાં આવી હતી. હવે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગૂ થવા જઈ રહ્યા છે.

કાર્ડ ટોકનાઇઝેશન શું છે

અગાઉ, ગ્રાહકે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવી પડતી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ માહિતીને તેમની પાસે સુરક્ષિત રાખવા અને કોઈપણ આગળના વ્યવહાર માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. જેના કારણે માહિતી ચોરી થવાનું જોખમ હતું. તેનાથી બચવા માટે રિઝર્વ બેંકે ટોકનાઇઝેશનનો નિયમ બનાવ્યો છે. વાસ્તવમાં ટોકન તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતોને બદલે જારી કરવામાં આવશે. જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે વેપારીને માત્ર આ ટોકન નંબર મળશે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી નહીં.

નિયમો અનુસાર, દરેક ટ્રાન્ઝેક્શન માટે કોડ અથવા ટોકન નંબર અલગ હશે અને તમારે પેમેન્ટ માટે આ કોડ અથવા ટોકન નંબર ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવો પડશે. ટોકનાઇઝેશનથી ગ્રાહકોની માહિતી વધુ સુરક્ષિત બનશે અને તેમની સાથે છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ક્રેડિટ અને ડેબિટ કાર્ડને ટોકન્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું

-સૌપ્રથમ કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ અથવા એપ પર ખરીદી કરો અને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરો.
-ચુકવણી કરવા માટે તમારી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ માહિતી દાખલ કરો.
-ચુકવણી કરતા પહેલા ‘RBI Guidelines on Tokenize Your Card Edge’ વિકલ્પ પસંદ કરો.
-રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
-તમે OTP ભરતાની સાથે જ તમારું ટોકન જનરેટ થઈ જશે અને હવે તમારા કાર્ડને બદલે આ ટોકન આ પ્લેટફોર્મ પર સેવ થઈ જશે.

Next Article