તમે પણ ખોલી શકો છો ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશન અને કરી શકો છો કમાણી, થશે આટલો ખર્ચ

આ દિશામાં સૌથી પ્રથમ પગલુ જીએસટીને લઈ કરવામાં આવ્યું છે. પ્રથમ ઈવી ચાર્જિગ સ્ટેશન પર 18 ટકા જીએસટી લાગતો હતો, જેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

તમે પણ ખોલી શકો છો ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશન અને કરી શકો છો કમાણી, થશે આટલો ખર્ચ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 5:44 PM

વર્ષ 2030 સુધી સરકારનું લક્ષ્ય તમામ ગાડીઓને ઈલેક્ટ્રિક કરી દેવાનું છે. એટલે રસ્તા પર દોડતી ગાડીઓ પેટ્રોલ અને ડીઝલ પર નહીં પણ વિજળી અથવા બેટરી પર ચાલશે. આ કામ ઝડપથી શરૂ થઈ ગયું છે અને દેશમાં 10 લાખથી વધારે વિજળીની ગાડીઓ દોડી રહી છે. જ્યારે ઈલેક્ટ્રીક ગાડીઓનું ચલણ વધશે તો જરૂરી છે કે તેના માટે ચાર્જિગ સ્ટેશન બનાવવા પડશે. એવું પણ નથી કે તમામ ચાર્જિગ સ્ટેશન સરકાર જ બનાવશે. સ્ટેશન બનાવવાનું કામ ખાનગી લોકોને અથવા બિઝનેસના ઉદ્દેશ્યથી પણ શરૂ થશે. તમે પણ ઈચ્છો તો તેનો ભાગ બની શકો છો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

તમે વિચારી રહ્યા હશો કો ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન બનાવવામાં મોટો ખર્ચ આવશે પણ એવું નથી. કોઈ સામાન્ય માણસ પણ થોડા પૈસાનું રોકાણ કરીને ચાર્જિગ સ્ટેશન ખોલી શકે છે અને તેનાથી સારી કમાણી કરી શકે છે. આવા ચાર્જિગ સ્ટેશનને લો કોસ્ટ એસી ચાર્જિગ સ્ટેશન અથવા એલએસી કહે છે. સરકાર આ પ્રકારના ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે સબસિડી આપે છે અને ઘણા પ્રકારની આર્થિક મદદ કરે છે.

આ દિશામાં સૌથી પ્રથમ પગલુ જીએસટીને લઈ કરવામાં આવ્યું છે. પ્રથમ ઈવી ચાર્જિગ સ્ટેશન પર 18 ટકા જીએસટી લાગતો હતો, જેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલા નિયમ હતો કે ચાર્જિગ સ્ટેશન માટે અલગથી પ્લોટ લેવાનો રહેતો હતો અને તેની પર સ્ટેશન બનાવવું રહેતું હતું.

હવે આ નિયમ ખત્મ કરી દેવામાં આવ્યો છે. તમે કોમર્શિયલ અથવા પ્રાઈવેટ કોઈ પણ જમીન પર ચાર્જિગ સ્ટેશન બનાવી શકો છો. આ પગલાના લીધે ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશન ખોલવુ પહેલા કરતા સરળ થઈ ગયું છે અને આવા પોઈન્ટ ખોલીને તમે વધારે કમાણી કરી શકો છો.

તમારે શું કરવાનું છે

તમે ઈચ્છો તો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કોમર્શિયલ, પ્રાઈવેટ, ટ્રક અથવા બસ જે વિજળી પર ચાલે છે, તેના માટે ચાર્જિગ સ્ટેશન બનાવી શકો છો. નફો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કોમર્શિયલ અથવા ખાનગી ગાડીઓ માટે ચાર્જિગ સ્ટેશન બનાવવામાં વધારે છે. ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે તમારે વિજળીનું કનેક્શન લેવું પડશે અને એક ટ્રાન્સફોર્મર પણ લગાવવું પડશે.

ટ્રાન્સફોર્મરની સાથે જોડવા માટે હેવી ડ્યૂટી કેબલિંગ કરવું પડશે. ચાર્જિગ સ્ટેશન માટે સૌથી જરૂરી છે જમીન. જો પોતાની જમીન હોય છે તો સારૂ છે, નહીં તો ભાડા પર પણ જમીન લઈ શકો છો. હવે ચાર્જિગ સ્ટેશનથી જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે શેડ, પાર્કિગ એરિયા વગેરે બનાવવું પડશે. મુખ્ય ખર્ચ ચાર્જિગ ટાવર બનાવવામાં થાય છે.

કેટલા પ્રકારના હોય છે ચાર્જર

ચાર્જિગ ટાવર બે પ્રકારના હોય છે- એસી અને ડીસી. ડીસી ચાર્જર ફાસ્ટ ચાર્જિગ માટે હોય છે અને તેની કિંમત એસી ચાર્જરથી વધારે હોય છે. ડીસી સીસીએસ 50 કિલોવોટનું ચાર્જર લગભગ 15 લાખનું આવે છે. કેડેમો 50 કિલોવોટનું ચાર્જર છે, જેની કિંમત પણ 15 લાખની આસપાસ છે. આ પણ ડીસી ચાર્જર છે. એસી ચાર્જર ખુબ જ સસ્તુ હોય છે, જેમાં ટાઈપ-2 22 કિલોવોટનું ચાર્જર હોય છે, જેની કિંમત 1.25 લાખ રૂપિયાની આસપાસ છે. આ ત્રણેય ફાસ્ટ ચાર્જરની કેટેગરીમાં આવે છે.

તમારે કેવું ચાર્જર લગાવવું જોઈએ

આનાથી અલગ કેટેગરી છે ભારત ડીસી 001 15 કિલોવોટનું ચાર્જર છે, જે 2.5 લાાખ રૂપિયામાં આવે છે. આ પ્રકારે ભારત એસી 001 10 કિલોવોટનું ચાર્જર આવે છે, જેની કિંમત 70 હજાર રૂપિયા છે. ભારતમાં હાલમાં જે ઈલેક્ટ્રિક ગાડીઓ વેચાઈ રહી છે, તેના માટે ભારત ડીસી અને ભારત એસી ચાર્જર સક્ષમ છે. એટલે 70 હજારથી લઈ 2.5 લાખ રૂપિયાના ખર્ચમાં આવા ચાર્જિગ સ્ટેશન બનાવવામાં આવી શકે છે. જો તમે ભવિષ્યમાં વધારે કમાણી કરવા ઈચ્છો તો બસ, ટ્રક જેવા ભારે વાહન ચાર્જ કરવા પડશે તો સીસીએસ અથવા કેડેમો ચાર્જર લગાવવા પડશે.

ભારતમાં હાલમાં 50 કિલોવોટથી ઉપરની બેટરીની ઈલેક્ટ્રિક ગાડીઓ બનાવવાની શરૂઆત થઈ નથી, તેથી હેવી ચાર્જિગ સ્ટેશનની પણ જરૂરિયાત નથી. વિજળીનું કનેક્શન લેવા અને ટ્રાન્સફોર્મર લગાવવામાં કુલ 7 લાખનો ખર્ચ આવશે. તે સિવાય ચાર્જિગ સ્ટેશનનું ઈન્ફ્રસ્ટ્રક્ચર બનાવવામાં 3 લાખનો ખર્ચ આવી શકે છે.

આ પણ વાંચો: Corona Vaccination: ધીમા રસીકરણથી ટેન્શન વધ્યું ! કેન્દ્રએ 3 નવેમ્બરે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની બોલાવી બેઠક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">