શું તમને પણ Income Tax Noticeની નોટિસ મળી છે? તે ઓરિજનલ છે કે ફેક કેવી રીતે ચેક કરવું?

|

May 21, 2024 | 1:43 PM

Income Tax Notice : ઈન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ ઓનલાઈન ટૂલ્સની મદદથી તમે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મળેલી નોટિસ, ઓર્ડર અને અન્ય કોમ્યુનિકેશનને ચકાસી શકો છો. આ ટૂલની મદદથી તમે ચકાસી શકો છો કે તમને જે ટેક્સ નોટિસ કે ઓર્ડર મળ્યો છે તે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો છે કે નહીં.

શું તમને પણ Income Tax Noticeની નોટિસ મળી છે? તે ઓરિજનલ છે કે ફેક કેવી રીતે ચેક કરવું?
income tax notice original or fake

Follow us on

Income Tax Notice : જો તમે પણ ટેક્સ પેયર છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આ દિવસોમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ એક્શન મોડમાં છે. IT વિભાગના રડાર પર હજારો લોકો ટેક્સ ફાઇલિંગમાં છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં ઈન્કમ ટેક્સ વિભાગે આવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. ઈન્કમ ટેક્સની નોટિસ આવતા જ વડીલોની હાલત કફોડી બની જાય છે.

ઠગ લોકો આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ઘણા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગના નામે નકલી નોટિસ પણ મળી છે. આવી સ્થિતિમાં જો તમને પણ ઈન્કમ ટેક્સની નોટિસ મળી છે, તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે અસલી છે કે નકલી. નોટિસની વાસ્તવિકતા તમે ઘરે બેઠા જ જાણી શકો છો.

તમે આ રીતે નોટિસ ચેક કરી શકો છો

ઈન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ ઓનલાઈન ટૂલ્સની મદદથી તમે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી મળેલી નોટિસ, ઓર્ડર અને અન્ય કોમ્યુનિકેશનને ચકાસી શકો છો. આ ટૂલની મદદથી તમે ચકાસી શકો છો કે તમને જે ટેક્સ નોટિસ કે ઓર્ડર મળ્યો છે તે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જ જાહેર કરવામાં આવ્યો છે કે નહીં.

એક મહિનો રોજ અખરોટ ખાવાથી જાણો શું થાય છે? દેખાશે આ બદલાવ
આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
Protein : નોનવેજ નથી ખાતા?! તો આ 5 વેજિટેરિયન ચીજોથી વધારો શરીરમાં પ્રોટીન
આજનું રાશિફળ તારીખ : 15-12-2024
Jyotish Shastra : વર્ષની છેલ્લી પૂર્ણિમા પર આ 4 રાશિના લોકો થશે ધનવાન!
રેખા પાછળ લટ્ટુ થઈને ફરતા હતા આ સ્ટાર્સ, લિસ્ટ જોઈ ચોંકી જશો

ખાસ વાત એ છે કે આ ટૂલનો ઉપયોગ કરવા માટે તમારે ટેક્સ વિભાગની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવાની પણ જરૂર નથી. આ એક પ્રી-લોગિન સેવા છે, જેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે.

આવી રીતે કરો ચેક

  • સૌથી પહેલા ઈન્કમ ટેક્સ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જાઓ.
  • અહીં Quick Links પર ક્લિક કરો અને Authenticate Notice/Order Issued by ITD પર ક્લિક કરો.
  • PAN અથવા DIN નો ઉપયોગ કરીને ચકાસણી પ્રક્રિયા પસંદ કરો.
  • જો તમે PAN સાથે તપાસવા માંગતા હોવ તો તમારે ડોક્યુમેન્ટનો પ્રકાર (નોટિસ, ઓર્ડર), અસેસમેન્ટ વર્ષ, ઈશ્યુ તારીખ અને મોબાઈલ વગેરે ભરવા પડશે.
  • DIN વિકલ્પ પસંદ કરવા પર તમારે નોટિસ પર ઉપલબ્ધ DIN અને OTP ચકાસણી માટે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે.
  • તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  • નિયત જગ્યામાં OTP દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
  • આ પછી ટૂલ આપમેળે કન્ફર્મ કરશે કે તમને મળેલી નોટિસ ઓરિજનલ છે કે ફેક.

 

Next Article