EPFOના PF પર વ્યાજ ઘટવાથી કર્મચારીઓને કેટલું થશે નુકસાન? જાણો સંપૂર્ણ ગણતરી

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. બીજી તરફ સરકારે પીએફ પર મળતું વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ 1977-78માં EPFOએ વ્યાજ દર 8% નક્કી કર્યો હતો. તે પછી હવે એટલે કે પૂરા 40 વર્ષ પછી આટલું ઓછું વ્યાજ મળી રહ્યું છે. અત્યાર સુધી 8.25% કે તેથી વધુ વ્યાજ મળ્યું હતું.

EPFOના PF પર વ્યાજ ઘટવાથી કર્મચારીઓને કેટલું થશે નુકસાન? જાણો સંપૂર્ણ ગણતરી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 9:01 AM

EPFO એટલે કે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ઓર્ગેનાઈઝેશને ગયા શનિવારે PF પર વ્યાજ દર નક્કી કર્યો જે છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો છે. EPFOએ નાણાકીય વર્ષ 2021-2022 માટે વ્યાજ દર 8.1% નક્કી કર્યો છે. સરકારના આ નિર્ણયથી EPFOના લગભગ 6 કરોડ લોકોને ઝટકો લાગ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં PF પર 8.5% વ્યાજ મળતું હતું. આ અહેવાલ દ્વારા જાણો કે તમે 0.40 ટકા ઓછા વ્યાજ સાથે કેટલું નુકસાન થશે. દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે 2004 થી પેન્શન(Pension) સુવિધા બંધ કરી દીધી છે. જો કે ​​લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે EPFO શરૂ કરવામાં આવ્યું છે.

આટલું ઓછું વ્યાજ ક્યારેય મળ્યું નથી

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે. બીજી તરફ સરકારે પીએફ પર મળતું વ્યાજ ઘટાડી દીધું છે. નાણાકીય વર્ષ 1977-78માં EPFOએ વ્યાજ દર 8% નક્કી કર્યો હતો. તે પછી હવે એટલે કે પૂરા 40 વર્ષ પછી આટલું ઓછું વ્યાજ મળી રહ્યું છે. અત્યાર સુધી 8.25% કે તેથી વધુ વ્યાજ મળ્યું હતું.

અગાઉ તમને કેટલું વ્યાજ મળતું હતું

રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ નાણાકીય વર્ષ 2019-2020માં 8.5% વ્યાજ ચૂકવ્યું હતું. તે પછી નાણાકીય વર્ષ 2020-2021 માં માત્ર 8.5% વ્યાજ મળ્યું હતું જ્યારે 2018-19માં EPFOએ 8.65% વ્યાજ આપ્યું હતું. નાણાકીય વર્ષ 2017-18માં 8.55% વ્યાજ મળ્યું હતું. નાણાકીય વર્ષ 2016-17માં 8.65% અને નાણાકીય વર્ષ 2015-16માં 8.8% વ્યાજ મળ્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તમને ઘણું નુકસાન થશે

કર્મચારીના બેઝિક પગારના 12% તમારા પીએફ ખાતામાં જમા થાય છે જે તમારા પગારમાંથી કાપવામાં આવે છે. કંપનીના 12% યોગદાનમાંથી, 3.67% કર્મચારી પેન્શન ખાતામાં જાય છે. કંપનીનો બાકીનો 8.33 ટકા હિસ્સો પીએફ ખાતામાં જાય છે.

આ સંપૂર્ણ ગણતરી છે

  • બેઝિક સેલેરી = રૂ. 15,000
  • EPF માં કર્મચારીનું યોગદાન = 15,000 ના 12% = રૂ. 1,800
  • EPF માં કંપનીનું યોગદાન = 15,000 ના 8.33% = રૂ. 1,250
  • EPF માં કંપનીનું યોગદાન = રૂ. 1,800 – રૂ. 1,250 = રૂ. 550
  • દર મહિને કુલ EPF યોગદાન = ₹ 1,800 + ₹ 550 = રૂ. 2,350

વર્ષ 2021-22 માટે વ્યાજ દર 8.1% છે. આ મુજબ તમને દર મહિને 8.10%ના દરે એક મહિનાનું વ્યાજ = 12 મહિનાનું 0.675% વ્યાજ મળશે. જે અગાઉ 8.5% પર 0.7083% હતો.

EPF ખાતાધારકને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો લાભ

દેશમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સરકારે 2004 થી પેન્શન(Pension) સુવિધા બંધ કરી દીધી છે. જો કે ​​લોકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્મચારી ફંડ ઓર્ગેનાઈઝેશન એટલેકે EPFO શરૂ કરવામાં આવ્યું છે. પહેલા તે ફક્ત સરકારી નોકરી કરતા લોકો માટે જ શરૂ કરવામાં આવતું હતું પરંતુ પછીથી તે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દેશમાં દરેક કર્મચારી(Employee)ના પગારનો એક ભાગ પીએફ ખાતા(PF Account)માં જાય છે. કર્મચારીઓને નિવૃત્તિ(Retirement) પછી પીએફ ખાતામાંથી લાભો મળે છે પરંતુ તેની સાથે બીજા ઘણા ફાયદા છે.

આમાં સૌથી વધુ 7 લાખની વીમા પોલિસી છે. આ સુવિધા અનુસાર કર્મચારી ફંડ ખાતાધારકના મૃત્યુ અથવા અચાનક બિમારીના કિસ્સામાં રૂપિયા 7 લાખની નાણાકીય સહાય તેના પરિવારને આપવામાં આવે છે. પરંતુ આ માટે તમારે ઈ-નોમિનેશન દાખલ કરવાનું કામ કરવું પડશે.

આ પણ વાંચો : શું તમારા PAN CARD ની વિગતોમાં ભૂલ છે? ચિંતા ન કરશો ઘરે બેઠા આ ભૂલ સુધારી શકાય છે, જાણો રીત

આ પણ વાંચો : આ બેંક એવી મહિલાઓને ફરી તક આપી રહી છે જેમણે નોકરી છોડી દીધી છે, જાણો શું મળશે લાભ

g clip-path="url(#clip0_868_265)">