AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નવા પીએફ કાર્યાલયનું ખાતમુહૂર્ત, નરોડામાં બનશે epfoની નવી અત્યાધુનિક ઓફિસ

નરોડામાં આવેલું પ્રાદેશિક કાર્યાલય 1.4 લાખ સક્રિય PF સબ્સ્ક્રાઇબર્સ સહિત 5.6 લાખ PF સભ્યોને સેવાઓ પૂરી પાડે છે. આ ઓફિસ 40000 પેન્શનરોને સેવાઓ પણ પૂરી પાડે છે.

Ahmedabad: નવા પીએફ કાર્યાલયનું ખાતમુહૂર્ત, નરોડામાં બનશે  epfoની નવી અત્યાધુનિક ઓફિસ
નરોડામાં નવી પીએફ ઓફિસ ખાતમુર્હુત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 1:09 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં નરોડા (Naroda) વિસ્તારમાં મીની કાંકરિયા સામે epfoની નવી અત્યાધુનિક ઓફિસ (office) બનવા જઈ રહી છે. 1809 ચોરસ/મીટરના વિસ્તારની જમીન પર બનનાર ઓફિસ માટેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) પાસેથી જમીન હસ્તગત કરવામાં આવી હતી છે જેનું ઈ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ (Union Minister Bhupendra Yadav) ના હસ્તે કરવામાં આવ્યું હતું. નરોડામાં પહેલાંથી જ epfoનું પેટા પ્રાદેશિક કાર્યાલય કર્યરત છે. હવે નવી ઓફિસ બનતાં મોટી સંખ્યામાં સભ્યોને રાહત થશે.

કર્મચારી ભવિષ્ય નિધિની નવી બનનાર ઓફિસ બિલ્ડીંગમાં બેઝમેન્ટ પાર્કિંગ સાથે ગ્રાઉન્ડ + 2 માળ હશે. અને આખી ઓફિસ સોલાર પાવર પ્લાન્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. સાથે સાથે ઓફિસ અને પરિસરમાં cctv કેમેરા અને લેન વેનની સુવિધા પણ ઉપલબ્ધ થનાર છે સાથે સાથે વીજળી બચાવવા માટે ગ્રીન બિલ્ડીંગ કોડને અનુસરવામાં આવનાર છે, તેમજ “સુલભ ભારત ઝુંબેશ” હેઠળ નિર્ધારિત ધોરણો શારીરિક રીતે અશક્ત લોકો માટે સરળ ઍક્સેસ બનાવવા માટે પણ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે.

Epfoની પ્રાદેશિક કચેરી નરોડાની શરૂઆતમાં 1980ના દાયકામાં મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યો હતો ત્યારે થઇ હતી. 1996માં નરોડાને અમદાવાદ શહેરમાં ભેળવી દેવામાં આવ્યું.આં કચેરીમાં GIDC નરોડા, GIDC કાઠવાડા, GIDC ઓઢવ અને સાબરકાંઠા, બનાસકાંઠા અને જિલ્લાઓમાં કાર્યરત PF સભ્યોને કર્મચારી ભવિષ્ય નિધિ અને પરચુરણ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ લાભો પ્રદાન કરવા માટે 01-09-2000 ના રોજ કચેરીની સ્થાપના પેટા પ્રાદેશિક કાર્યાલય તરીકે કરવામાં આવી હતી.

એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો, નિષ્ણાત સેવાઓ અને ટ્રેડિંગ સંસ્થાઓ આ ઓફિસ હેઠળના મુખ્ય પ્રકારનાં ઉદ્યોગો છે. પ્રાદેશિક કાર્યાલય નરોડા 1.4 લાખ સક્રિય PF સબ્સ્ક્રાઇબર્સ સહિત 5.6 લાખ PF સભ્યોને સેવાઓ પૂરી પાડે છે. આ ઓફિસ 40000 પેન્શનરોને સેવાઓ પણ પૂરી પાડે છે. નરોડા ખાતેની આ ઓફિસ 1980ના દાયકામાં શરૂ થઈ હતી તેથી તેને હવે અપગ્રેડ કરવાનું જરૂરિયાતને પગલે ત્યાં નવી ઓફિસ બનાવવાનું નક્કી કરાયું છે. જેથી તેના સાડા પાંચ લાખ કરતાં વધુ સભ્યોને સગવડતા રહે.

આ પણ વાંચોઃ Ahmedabd: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવાશે, પગપાળા જતા યાત્રાળુઓની સુવિધા માટે ટ્રાફિક જાહેરનામુ બહાર પડાયુ

આ પણ વાંચોઃ Vadodara: સાવલીના મંજુસર સ્થિત કંપનીમાં પાંચમાં માળેથી પટકાતા કામદારનું મોત, સેફ્ટી સાધનોના અભાવે મોત થયાનો પરિવારનો આક્ષેપ

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">