ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો સમસ્યા થશે નહિ, જાણો કેશ રાખવાની મર્યાદા અને Income tax નો નિયમ

|

Aug 04, 2022 | 8:12 AM

આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે.

ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો સમસ્યા થશે નહિ, જાણો કેશ રાખવાની મર્યાદા અને Income tax નો નિયમ
Symbolic Image

Follow us on

ઈન્કમટેક્સ (Income tax), ઈડી(ED), સીબીઆઈ (CBI) જેવી મોટી તપાસ એજન્સીઓએ ઘણી જગ્યાએ બિનહિસાબી રોકડ કે સંપત્તિને લઈ દરોડા પાડે છે અને લોકોના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એક મોટી કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)એ અર્પિતા મુખર્જીના ફ્લેટમાંથી 50 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ભૂતકાળમાં પણ આ પ્રકારની કાર્યવાહી ઘણી વખત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય માણસ પોતાના ઘરમાં કેટલી રોકડ રાખી શકે? તમારા ઘરમાં કેટલી રોકડ રાખવામાં આવે તો તેનાથી તમે સુરક્ષિત છો અને કોઈ તપાસ એજન્સીથી ડરવાની જરૂર નથી? આજે અમે અહેવાલ દ્વારા આ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

આવકવેરા વિભાગના નિયમો અનુસાર તમે તમારા ઘરમાં ગમે તેટલી રોકડ રાખી શકો છો પરંતુ જો તે તપાસ એજન્સી દ્વારા તેનો હિસાબ પૂછવામાં આવે છે તો તમારે તેનો સ્ત્રોત જણાવવો પડશે. જો તમે તે પૈસા કાયદેસર રીતે કમાયા છે અને તેના માટે સંપૂર્ણ દસ્તાવેજો છે અથવા આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે સ્ત્રોત જણાવવામાં અસમર્થ છો તો એજન્સી તેની પોતાની કાર્યવાહી કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોકડ સંબંધિત કેટલીક અગત્યની માહિતી

  • ઘરમાં રાખેલા પૈસાના સ્ત્રોતને જાહેર કરવામાં નિષ્ફળતા પર 137 ટકા સુધીનો દંડ થઈ શકે છે.
  • નાણાકીય વર્ષમાં રૂ. 20 લાખથી વધુની રોકડ વ્યવહારો પર દંડ લાગી શકે છે.
  • CBDT અનુસાર એક સમયે 50,000 રૂપિયાથી વધુની રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN નંબર આપવો જરૂરી છે.
  • જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવે છે તો તેણે PAN અને આધારની વિગતો આપવી પડશે.
  • PAN અને આધારની વિગતો આપવામાં નિષ્ફળતા પર 20 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • 2 લાખથી વધુની રોકડમાં ખરીદી કરી શકાતી નથી.
  • 2 લાખથી વધુની રોકડમાં ખરીદી કરવા માટે પાન અને આધાર કાર્ડની નકલ આપવી પડશે.
  • 30 લાખથી વધુની રોકડ સંપત્તિની ખરીદી અને વેચાણ માટે તપાસ એજન્સીના રડાર પર વ્યક્તિ આવી શકે છે.
  • ક્રેડિટ-ડેબિટ કાર્ડના પેમેન્ટ દરમિયાન જો કોઈ વ્યક્તિ એક જ વારમાં એક લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કરે છે તો તેની તપાસ થઈ શકે છે.
  • સંબંધીઓ પાસેથી એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુની રોકડ લઈ શકાતી નથી. આ બેંક દ્વારા કરવાનું રહેશે.
  • રોકડ દાનની મર્યાદા 2,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • કોઈપણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી 20 હજારથી વધુની રોકડ લોન લઈ શકે નહીં.
  • બેંકમાંથી રૂ. 2 કરોડથી વધુની રોકડ ઉપાડ પર TDS વસૂલવામાં આવશે.

Published On - 8:12 am, Thu, 4 August 22

Next Article