AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9 : સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાખો કરોડ ખર્ચવાની છે, એક રોકાણકાર તરીકે તમને ક્યાં થશે ફાયદો ? સમજો આ વીડિયોમાં

MONEY9 : સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાખો કરોડ ખર્ચવાની છે, એક રોકાણકાર તરીકે તમને ક્યાં થશે ફાયદો ? સમજો આ વીડિયોમાં

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 14, 2022 | 8:08 PM
Share

સરકારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 7.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું મન બનાવ્યું છે. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરતી કંપનીઓને ચોક્કસથી મોટું બળ મળવાનું છે. તો એક રોકાણકાર તરીકે તમારે આ તકનો લાભ લેવો જોઇએ.

જો તમે શેરબજાર (STOCK MARKET)માં ખરેખર લાંબા ગાળાનું રોકાણ (LONG TERM INVESTMENT) કરીને કમાણી કરવા ઇચ્છી રહ્યા છો તો તમારા માટે સરકાર એક સારી તક લાવી રહી છે. સરકારે કેપિટલ એક્સપેન્ડિચર (CAPEX) પાછળ 7.5 લાખ કરોડ રૂપિયા ખરચવાનું મન બનાવ્યું છે. સરકારની આ ઇચ્છાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ અને અંતે તે કંપનીઓમાં રોકાણ કરનાર રોકાણકારને ચોક્કસથી ફાયદો થવાનો છે, તેમાં કોઇ બેમત નથી. તો સૌથી પહેલી વાત એ સમજવાની છે કે છેવટે આ કેપેક્સ ચીજ શું છે અને તમારી એની સાથેની લિંક શું છે. તો વાત એ છે કે કેપેક્સ એવા ખર્ચાઓને કહેવાય છે જેનાથી સંપત્તિઓ ઉભી કરી શકાય. જેમ કે પુલ, રસ્તા, પ્લાન્ટ અને મશીનરી, ઉપકરણ, ફર્નીચર અને વાહન, કાર્યાલય અને ભવન વગેરેને સરકારી કેપેક્સમાં ગણવામાં આવે છે.

હવે જાણીએ કે એ કયા સેક્ટર છે જેને કેપેક્સ વધવાથી ફાયદો મળવાનો છે. તો મોટાભાગે 5 સેક્ટરોની ચાંદી થવાની છે. કેપિટલ ગુડ્સ, સિમેન્ટ, મેટલ (કે સ્ટીલ) અને પાવર. મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સૌથી વધુ ફાયદો એલ એન્ડ ટીને થશે. થર્મેક્સ, સિમેન્સ, ABB અને BEMLને પણ મોટા ઓર્ડર્સ મળવાથી ફાયદો થઇ શકે છે. નવા રોડ, હાઇવે અને ઘર બનવાથી સિમેન્ટની માંગ વધશે જેનાથી દાલમિયા ભારત, સ્ટાર સિમેન્ટ, ACC, અલ્ટ્રાટેક જેવી કંપનીઓનું વેચાણ વધવાની આશા છે.

જેટલો સિમેન્ટ વેચાશે લગભગ એ જ રેશિયોમાં મેટલ એટલે કે સ્ટીલની માંગ પણ વધશે. તેનાથી ટાટા સ્ટીલ, NMDC, JSPL, હિન્દાલ્કો, સેઇલ જેવી કંપનીઓની પણ બલ્લે-બલ્લે થઇ શકે છે. આ જ રીતે, 25,000 કિ.મી. લાંબા નેશનલ હાઇવે અને અન્ય એસેટ્સનો ફાયદો દિલીપ બિલ્ડકોન, IRB ઇન્ફ્રા, જે કુમાર ઇન્ફ્રા, ઇરકોન ઇન્ટરનેશનલ, KNR કન્સ્ટ્રક્શન જેવી કંપનીઓ જ બનાવશે તો સ્વાભાવિક છે કે તેમનો બિઝનેસ પણ વધશે. અને અંતમાં, નવી ફેકટરીઓ, ઑફિસ, સ્કૂલ ખુલવા, મકાન બનવાથી વીજળીની માંગ પણ વધશે, જેનાથી અદાણી ગ્રીન, ટાટા પાવર, NTPC, પાવર ગ્રિડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓને ફાયદો થશે જે ગ્રીન એનર્જી પર મોટો ખર્ચ કરી રહી છે.

આ પણ જુઓ

Capexની ગણતરી કેવી રીતે થાય છે?

આ પણ જુઓ

ગવર્મેન્ટ સિક્યોરિટીઝ શું હોય છે?

g clip-path="url(#clip0_868_265)">