Highest Taxpayer in India : ટાટા – બિરલા કે અંબાણી નહીં આ વ્યક્તિ ભારતમાં સૌથી મોટા Taxpayer છે, કેમ અબજોપતિ ઉદ્યોગકાર પડ્યા પાછળ?
Highest Taxpayer in India : આ પ્રશ્ન તમારા મનમાં થાય છે કે દેશમાં સૌથી વધુ આવકવેરો કોણ ભરે છે? શક્ય છે કે તમે આ પ્રશ્નનો જવાબ માટે વિચાર્યું હોય કે અંબાણી-અદાણી કે ટાટા-બિરલા... આમાંથી કોઈ એક ભારતના સૌથી મોટા કરદાતા હશે. જો તમે પણ આવું વિચારો છો, તો તમે બિલકુલ ખોટા પડશો

Highest Taxpayer in India : દેશમાં આવકવેરા રિટર્ન ભરવાની ડેડલાઈન પણ ખૂબ નજીક આવી ગઈ છે. ઘણા લોકોએ અત્યાર સુધીમાં તેમનું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું હશે અથવા તે ભરવાની તૈયારીમાં હશે. તેમાંથી ઘણાએ સરકારી તિજોરીમાં ટેક્સ જમા કરાવ્યો હશે જ્યારે મોટા ભાગના એવા હશે જેમણે Nil ITR ફાઈલ કર્યું હશે.
આ પ્રશ્ન તમારા મનમાં થાય છે કે દેશમાં સૌથી વધુ આવકવેરો કોણ ભરે છે? શક્ય છે કે તમે આ પ્રશ્નનો જવાબ માટે વિચાર્યું હોય કે અંબાણી-અદાણી કે ટાટા-બિરલા… આમાંથી કોઈ એક ભારતના સૌથી મોટા કરદાતા હશે. જો તમે પણ આવું વિચારો છો, તો તમે બિલકુલ ખોટા પડશો
જ્યારે વ્યક્તિગત આવકવેરાની વાત આવે છે ત્યારે અન્ય ક્ષેત્રો કોર્પોરેટ લીડર્સને પાછળ છોડી દે છે. આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અક્ષય કુમાર ગયા વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતના સૌથી મોટા કરદાતા હતા. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે(Film actor Akshay Kumar) 2022માં 29.5 કરોડ રૂપિયાનો આવકવેરો જમા કરાવ્યો હતો. તેણે તેની વર્ષની કમાણી 486 કરોડ રૂપિયા જાહેર કરી હતી.
અક્ષય કુમારની કમાણીનો આ આંકડો પણ આશ્ચર્યજનક નથી. તે ટોચના અભિનેતા છે. તે સિવાય અક્ષય કુમાર પોતાનું પ્રોડક્શન હાઉસ અને સ્પોર્ટ્સ ટીમ ચલાવે છે. તે વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.
ધોની આ વખતે આગળ આવી શકે છે. વર્તમાન સિઝનની વાત કરીએ તો આવકવેરા વિભાગે સૌથી મોટા કરદાતા વિશે જણાવ્યું નથી. જો કે, હાલમાં ઉપલબ્ધ આંકડાઓ અનુસાર પૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે આગળ હોય તેવું લાગી રહ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 38 કરોડ રૂપિયાનો જંગી એડવાન્સ ઇન્કમ ટેક્સ જમા કરાવ્યો છે. ધોની છેલ્લા ઘણા વર્ષોથી ઝારખંડનો સૌથી મોટો આવકવેરો ભરનાર છે.
અંબાણી-અદાણી કે ટાટા-બિરલા વધુમાં વધુ ટેક્સ ભરવામાં આગળ એટલા માટે નથી કે મોટાભાગના ઉદ્યોગપતિઓ પાસે અંગત મિલકત નથી પરંતુ તેમની કંપનીઓના નામે મિલકત છે. આવી સ્થિતિમાં, કમાણી તેમની કંપનીઓના હિસ્સામાં પણ જાય છે જેના બદલામાં કોર્પોરેટ આવકવેરો ચૂકવવામાં આવે છે.