HDFCની લોન થઈ મોંઘી, વ્યાજદરમાં વધારાથી હવે પહેલા કરતા વધુ EMI ચૂકવવી પડશે

|

Oct 01, 2022 | 6:10 AM

RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) રેપો રેટ(Repo Rate)માં 0.50%નો વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. રેપો રેટમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.

HDFCની લોન થઈ મોંઘી, વ્યાજદરમાં વધારાથી હવે પહેલા કરતા વધુ EMI ચૂકવવી પડશે
HDFC Ltd hiked loan interest rates

Follow us on

HDFC લિમિટેડે તેની લોનના વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. હવે કંપનીની હોમ લોન(Home Loan)ની EMI વધી જશે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે HDFC એ હાઉસિંગ લોન પર રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (RPLR)માં વધારો કર્યો છે જેના પર તેના એડજસ્ટેબલ રેટ હોમ લોન (ARHL) બેન્ચમાર્ક છે. કંપનીએ કહ્યું કે તેણે 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે જે આજે 1 ઓક્ટોબર 2022થી લાગુ થશે.

છેલ્લા પાંચ મહિનામાં 7મી વખત દરમાં વધારો કરાયો

HDFCએ છેલ્લા પાંચ મહિનામાં સાતમી વખત લોનના દરમાં વધારો કર્યો છે. શુક્રવારે આરબીઆઈએ મુખ્ય નીતિ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી અન્ય બેંકો અને નાણાકીય સંસ્થાઓ પણ તેમના લોનના વ્યાજ દરમાં વધારો કરે તેવી અપેક્ષા છે.

ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.90 ટકા કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ 2019 પછી આ દરનું આ સર્વોચ્ચ સ્તર છે. આ સમિતિમાં આરબીઆઈના ત્રણ સભ્યો અને ત્રણ બાહ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. છમાંથી પાંચ સભ્યોએ દર વધારાની તરફેણમાં મતદાન કર્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

RBIએ નાણાકીય નીતિમાં શું કહ્યું?

આ સાથે SDF રેટમાં પણ અડધા ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ઓગસ્ટમાં ફુગાવો 7 ટકા પર પહોંચ્યો હતો. એવી અટકળો હતી કે સેન્ટ્રલ બેન્ક દરો અંગે કડક વલણ અપનાવવાનું ચાલુ રાખશે. આ પહેલા ફેડરલ રિઝર્વે પણ વ્યાજ દરમાં ધરખમ વધારો કર્યો હતો. જે બાદ દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ પણ કડકતા દાખવી છે.

ગવર્નરના જણાવ્યા અનુસાર આ પગલાંને કારણે આગામી સમયમાં ફુગાવો ઘટવાની ધારણા છે અને મોંઘવારી દર બીજા અર્ધવાર્ષિક એટલે કે ઓક્ટોબરથી માર્ચ વચ્ચે 6 ટકા સુધી આવી શકે છે જે હાલમાં 7 ટકાના સ્તરે છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ફુગાવાનો દર 2 થી 6 ટકાની સંતોષકારક રેન્જમાં આવશે.

રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ બજારમાં તેજીનો પવન ફુંકાયો

RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) રેપો રેટ(Repo Rate)માં 0.50%નો વધારો કર્યો છે. રેપો રેટ 5.40 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. રેપો રેટમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત બાદ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટ મજબૂત થયો જ્યારે નિફ્ટી 17000 ને પાર પહોંચી ગયો હતો. અગાઉ વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતોને કારણે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ 170 પોઈન્ટ ઘટીને 56,240ની સપાટીએ ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 20 પોઈન્ટના ઘટાડા સાથે 16,798ના સ્તરે શરૂઆત કરી હતી.

Next Article