શું પૈસા જમા ન કરાવવાથી તમારું PPF Account બંધ થઇ ગયું છે? ખાતું ફરી શરૂ કરવા કરો આ કામ, જાણો દંડ અને એરીયર્સની જોગવાઈ

PPF નિયમો જણાવે છે કે જો તમે તમારી PPF ટર્મના કોઈપણ વર્ષમાં લઘુત્તમ ડિપોઝિટની રકમ નહીં ચૂકવો તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે.

શું પૈસા જમા ન કરાવવાથી તમારું PPF Account બંધ થઇ ગયું છે? ખાતું ફરી શરૂ કરવા કરો આ કામ, જાણો દંડ અને એરીયર્સની જોગવાઈ
PPF Account
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:00 AM

જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ (PPF Account) મહિનાઓથી બંધ છે, તો તેને ફરીથી શરૂ કરવું વધુ હિતાવહ રહેશે. PPF ના સુરક્ષિત રોકાણ અને બમ્પર વળતરને ધ્યાનમાં રાખીને તેને ફરીથી શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સરકાર સમર્થિત યોજનામાં સારું વ્યાજ પણ ઉપલબ્ધ છે જેથી તમારી જમા થયેલી મૂડીમાંથી થોડી રકમને મોટી રકમમાં ફેરવી શકાય. પરંતુ આ માટે તમારે બંધ પીપીએફ એકાઉન્ટને ફરીથી શરૂ કરવું પડશે જે માટે દંડ અને એરીયરનું થોડું મથામણ છે. તેનો એક ખાસ નિયમ છે જેને અનુસરીને તમે પીપીએફ એકાઉન્ટ ફરીથી શરૂ કરી શકો છો.

નિયમો મુજબ નિષ્ક્રિય પીપીએફ ખાતાને ફરી શરૂ કરવા માટે ખાતાધારકે બંધ થયા બાદ દર વર્ષે 500 રૂપિયાની ડિપોઝિટ સાથે અરજી સબમિટ કરવી પડશે. આ ઉપરાંત દર વર્ષે 50 રૂપિયા દંડની રકમ પણ ચૂકવવી પડશે. 500 રૂપિયાની રકમને એરિયર્સ કહેવામાં આવે છે કારણ કે આ તે રકમ છે જેના કારણે વ્યક્તિ PPF એકાઉન્ટ શરૂ કરી શકે છે.

PPF નિયમો જણાવે છે કે જો તમે તમારી PPF ટર્મના કોઈપણ વર્ષમાં લઘુત્તમ ડિપોઝિટની રકમ નહીં ચૂકવો તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તમે પૈસા જમા કરાવવાનું ભૂલી ગયા હશો અથવા કોઈ નાણાકીય કટોકટીને કારણે આમ કરી શક્યા નથી. તેને જોતા હવે એકાઉન્ટ ફરીથી શરૂ કરવાનો નિયમ સરળ કરવામાં આવ્યો છે. અગાઉ આ નિયમ થોડો મુશ્કેલ હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બંધ PPF એકાઉન્ટ કેવી રીતે શરૂ કરવું

  • એક લેખિત અરજી પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં સબમિટ કરવાની રહેશે જ્યાં તમારું PPF એકાઉન્ટ કાર્યરત છે
  • ખાતું બંધ હોવાથી દરેક બંધ વર્ષ માટે લઘુત્તમ વાર્ષિક રૂ. 500 ની ડિપોઝીટ ચૂકવવી પડશે
  • ખાતાને એક્ટિવ કરવા પર દર વર્ષે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે
  • વેરિફિકેશન પૂર્ણ કરવા માટે પીપીએફ ખાતાની શાખાની મુલાકાત લો જ્યાંથી ખાતું ખોલવામાં આવ્યું છે.
  • કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તમારું એકાઉન્ટ શક્ય તેટલી વહેલી તકે સક્રિય કરવામાં આવશે.
  • જો તમારું એકાઉન્ટ બંધ હોય ત્યારે મેચ્યોર થઈ ગયું હોય તો તેને પણ એક્ટિવેટ કરવું પડશે તો જ તમે તેનો લાભ લઈ શકશો.

 ઉદાહરણ સાથે સમજો ધારો કે તમે તમારી PPF ટર્મનું 10મું વર્ષ પૂર્ણ કર્યું છે. તમે પ્રથમ 7 વર્ષ માટે દર વર્ષે રૂ 500+ જમા કરાવ્યા હતા અને છેલ્લા 3 વર્ષમાં કોઈપણ કારણસર જમા કરાવવામાં સક્ષમ ન હતા. એકાઉન્ટને એક્ટિવ કરવા માટે તમારે આ ચૂકવણી કરવી પડશે

  • રૂ. 500 × 3 = રૂ. 1,500 દરેક નાણાકીય વર્ષ માટે બાકી તરીકે
  • રૂ.50×3 = રૂ.150 દરેક નાણાકીય વર્ષ માટે દંડ તરીકે

આ ઉપરાંત જો તમે નવા નાણાકીય વર્ષ માટે PPF ચાલુ રાખવા માંગતા હોવ તો તમારે 11મા વર્ષ માટે ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા પડશે.

આ પણ વાંચો : Share Market Outlook : આ સપ્તાહે કેવી રહેશે શેરબજારની ગતિ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

આ પણ વાંચો : આને કહેવાય ખરી બેંક! માંગ્યા વગર 84000 ગ્રાહકોને આપી દીધી લોન, સવાલ ઉભા થયા તો જવાબ જાણો શું આપ્યો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">