Happy Birthday Gautam Adani : 100 રૂપિયા લઈને ઘરથી નીકળેલા અદાણીની દેશના બીજા સૌથી ધનિક કારોબારી સુધીની સફર, વાંચો અહેવાલમાં

|

Jun 24, 2022 | 7:50 AM

ગૌતમ અદાણીની પત્ની ડૉક્ટર છે અને અદાણી ફાઉન્ડેશનના વડા છે. તેનું નામ પ્રીતિ અદાણી છે. અદાણીને બે પુત્રો કરણ અને જીત છે. અદાણીનો પરિવાર હંમેશા તેમની પડખે રહે છે.

Happy Birthday Gautam Adani : 100 રૂપિયા લઈને ઘરથી નીકળેલા અદાણીની દેશના બીજા સૌથી ધનિક કારોબારી સુધીની સફર, વાંચો અહેવાલમાં
Happy Birthday Gautam Adani

Follow us on

વિશ્વના અમીરોમાં ગૌતમ અદાણી(Gautam Adani)નું નામ સામેલ છે.ગૌતમ અદાણીએ  અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન છે જે ગ્રુપ 92  અબજ ડોલર મૂલ્યની નવ કંપનીઓના સમૂહ છે. આ વર્ષે ગૌતમ અદાણીએ તેમની સંપત્તિમાં 15 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. આ વર્ષ 2022માં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી રકમ છે. ગૌતમ અદાણીએ પોતાની સફર ઝૂંપડપટ્ટીમાંથી શરૂ કરી હતી અને આજે તેનો સમાવેશ વિશ્વના અમીરોમાં થાય છે. અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અદાણીનો પરિવાર હંમેશા તેમની પડખે રહે છે. અદાણી હજુ પણ તેમના પરિવાર સાથે જ  ડિનર કરવાનું પસંદ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

પરિવાર ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો

ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતના અમદાવાદ  થયો હતો. ગૌતમને 6 ભાઈ-બહેન છે. અદાણીનો પરિવાર પોળ વિસ્તારમાં શેઠની ચાલમાં રહેતો હતો. ગૌતમે શાળાનો અભ્યાસ શેઠ સીએન સ્કૂલમાંથી પૂર્ણ કર્યો હતો. ગૌતમ અદાણી પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને 100 રૂપિયા લઈને મુંબઈ આવી ગયા હતા. ગૌતમે 300 રૂપિયાના પગારે હિન્દ્રા બ્રધર્સમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અદાણીએ સંઘર્ષ કર્યો અને 20 વર્ષની ઉંમરે હીરાની દલાલીનો વ્યાસવાય શરૂ કર્યો હતો. કંપનીએ પહેલા વર્ષમાં ઘણો નફો કર્યો હતો. તેમના ભાઈ મનસુખલાલના કહેવાથી ગૌતમ મુંબઈથી અમદાવાદ પરત આવ્યા અને તેની પ્લાસ્ટિક કંપનીમાં કામ કરવા લાગ્યા હતા.

સફળ કારોબારી

ગૌતમ અદાણીએ વર્ષ 1988માં અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં કંપની એગ્રીકલ્ચર કોમોડિટીના ક્ષેત્રમાં કામ કરતી હતી. ધીરે ધીરે કંપનીનો બિઝનેસ વધતો ગયો હતો. આ પછી અદાણીએ પાવર જનરેશન અને ટ્રાન્સમિશન, માઈનિંગ, કોલસાના વેપાર, ગેસ વિતરણમાં કામ કર્યું હતું. વર્ષ 1995માં અદાણીની કંપનીને મુદ્રા પોર્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પછી અદાણીનો વેપાર ઝડપથી વધવા લાગ્યો હતો. મુદ્રા પોર્ટ આજે ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ બની ગયું છે. અદાણીએ જ્યાં હાથ નાખ્યો ત્યાં તેમને સફળતા મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગૌતમ અદાણીનો પરિવાર

ગૌતમ અદાણીની પત્ની ડૉક્ટર છે અને અદાણી ફાઉન્ડેશનના વડા છે. તેનું નામ પ્રીતિ અદાણી છે. અદાણીને બે પુત્રો કરણ અને જીત છે. અદાણીનો પરિવાર હંમેશા તેમની પડખે રહે છે. અદાણી હજુ પણ તેમના પરિવાર સાથે જ  ડિનર કરવાનું પસંદ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

અદાણી વૈભવી જીવન જીવે છે

ગૌતમ અદાણી વર્ષ 2008માં અબજોપતિઓની યાદીમાં સામેલ થયા હતા. વર્ષ 1977માં ગૌતમ પાસે સ્કૂટર હતું પરંતુ આજે તેની પાસે ત્રણ ખાનગી જેટ છે. એક અહેવાલ મુજબ અદાણી પાસે 2009 બોમ્બાર્ડિયર ચેલેન્જર 605, 2013 એમ્બ્રેર લેગસી 650, હોકર 850XP અને અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર પણ છે. આ સિવાય અદાણી પાસે BMW 7 સિરીઝ, એક લિમોઝીન, રોલ્સ રોયલ્સ ઘોસ્ટ અને ફેરારી છે. અદાણી પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. વર્ષ 2020માં અદાણીએ દિલ્હી-લુટિયન્સના ઉબેર પોશ વિસ્તારમાં 400 કરોડમાં એક આલીશાન બંગલો ખરીદ્યો હતો.

Published On - 6:29 am, Fri, 24 June 22

Next Article