Surprising : શું ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનશે ?

બ્લૂમબર્ગ મેગેઝીન બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની (Gautam Adani) વર્તમાન કુલ સંપત્તિ $120 બિલિયન છે, અને તેઓ હાલમાં વિશ્વમાં 5મા ક્રમે છે. બિલ ગેટ્સ વિશે વાત કરીએ તો, તેઓ $ 123 બિલિયનની નેટવર્થ સાથે ચોથા સૌથી અમીર અબજપતિ છે.

Surprising : શું ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનશે ?
Gautam Adani (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 9:24 AM

વિશ્વના ટોચના 5 સૌથી અમીર અબજપતિઓમાં સ્થાન મેળવનાર ગૌતમ અદાણી (Gautam Adani) આગામી દિવસોમાં બિલ ગેટ્સને (Bill Gates) પાછળ છોડી શકે છે. આ વાત જાણીને તમને બેશક આશ્ચર્ય થઇ શકે છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને માઈક્રોસોફ્ટના (Microsoft) સ્થાપક બિલ ગેટ્સ વચ્ચેની સંપત્તિનું અંતર ફરી એકવાર ઓછું થઈ ગયું છે. અમે તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં આ બંને અબજોપતિઓની સંપત્તિ સમાન થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે બિલ ગેટ્સની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે.

વર્તમાન સમયમાં, વિશ્વના ટોચના 3 અબજપતિઓની વાત કરીએ તો, એલોન મસ્ક $247 બિલિયન સાથે આ રેન્કિંગમાં ટોચ પર છે. આ સિવાય, એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિ 139 અબજ ડોલર છે અને તેઓ બીજા સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $124 બિલિયન છે.

આ લિસ્ટમાં 10મા સ્થાને મુકેશ અંબાણી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ, તો તેઓ 10મા નંબરના સૌથી અમીર અબજોપતિ છે. મુકેશ અંબાણીની સંપત્તિ $96.4 બિલિયન છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગૌતમ અદાણી વિશે જાણો આ ખાસ વાત

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય વ્યવસાયકર્તા અને ઉદ્યોગપતિ છે. તેઓ અદાણી ગ્રુપના ચેરમેન અને સ્થાપક છે, જે અમદાવાદ સ્થિત મલ્ટી નેશનલ કંપની સમૂહ છે, જેની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે. ગૌતમ અદાણી અદાણી ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે, જેનું સંચાલન તેમની પત્ની પ્રીતિ અદાણી કરે છે. અદાણી જૂથ કુદરતી સંસાધનો, લોજિસ્ટિક્સ, ઉર્જા, કૃષિ, સંરક્ષણ અને એરોસ્પેસ સહિત અન્ય ક્ષેત્રોમાં કામ કરે છે.

ફોર્બ્સ મેગેઝીનના અહેવાલ મુજબ, ઓગસ્ટ 2018 દરમિયાન, ગૌતમ અદાણીની નેટવર્થ આશરે $8.7 બિલિયન હોવાનો અંદાજ છે. તેમની પાસે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડમાં 66% હિસ્સો, અદાણી એન્ટરપ્રાઈઝમાં 75% હિસ્સો, અદાણી પાવરમાં 73% હિસ્સો, અદાણી ટ્રાન્સમિશનમાં 75% હિસ્સો ધરાવે છે. 2017માં, ઈન્ડિયા ટુડેએ તેમને ભારતના ચોથા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું હતું.

આ પણ વાંચો – LIC IPOમાં રોકાણ કરવા માટે આ સરકારી બેંક 20 લાખ રૂપિયાની સસ્તા દરની લોન આપી રહી છે , જાણો ઓફર વિશે વિગતવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">