GUJARAT : છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 34,700 નવી કંપનીઓ ખુલી, દેશમાં 8માં ક્રમે રહ્યું ગુજરાત

દેશમાં સૌથી વધુ કંપનીઓમાં ગુજરાત આઠમા નંબરે છે. આ સાથે જ રાજ્યમાં 16,078 કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે.

GUJARAT : છેલ્લા 5  વર્ષમાં રાજ્યમાં 34,700 નવી કંપનીઓ ખુલી, દેશમાં 8માં ક્રમે રહ્યું ગુજરાત
Gujarat got 34thousand new firms in 5 years said Ministry of Corporate Affairs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 6:41 AM

ગુજરાત દેશનું એક એવું રાજ્ય બની રહ્યું છે જ્યાં લોકો માટે રોજગારના માધ્યમો ઝડપથી વધી રહ્યા છે. લોકસભાના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 34,700 થી વધુ નવી કંપનીઓ આવી છે. દેશમાં સૌથી વધુ કંપનીઓમાં ગુજરાત આઠમા નંબરે છે. આ સાથે જ રાજ્યમાં 16,078 કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે.

જો કે 1 એપ્રિલ, 2016 અને નવેમ્બર 2021 ની વચ્ચે, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ કંપનીઓ છે. કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે 29 નવેમ્બરના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે ડેટા અનુસાર, મહારાષ્ટ્રે સમાન સમયગાળા દરમિયાન લગભગ ત્રણ ગણાથી વધુ 1 લાખ 7 હજાર,825 કંપનીઓને આકર્ષિત કરી છે, જે સૌથી વધુ છે. જો કે, આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં 81,412 કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે.

ગુજરાતમાં પ્રથમ 8 મહિનામાં 5,727 કંપનીઓ નોંધાઈ આ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ગુજરાતમાં માત્ર 5,727 નવી કંપનીઓ નોંધાઈ છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયનો ડેટા મુખ્યત્વે કંપની એક્ટ 2013, કંપની એક્ટ 1956, લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ એક્ટ, 2008 અને અન્ય સંલગ્ન કાયદાઓના વહીવટ સાથે સંબંધિત છે. જે દેશના વિવિધ રાજ્યોમાં એપ્રિલ 2016 અને નવેમ્બર 2021 વચ્ચે નવી સંસ્થાઓનો પ્રવાહ દર્શાવે છે.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગની કંપનીઓએ MCA સાથે નોંધણી કરાવવી પડે છે. જો કે, માલિકીની કંપનીઓ અને કેટલીક ભાગીદારી પેઢીઓ છે, જે MCA હેઠળ નોંધાયેલી નથી. પરંતુ તમામ મર્યાદિત કંપનીઓએ ખાનગી અને મર્યાદિત જવાબદારી કંપનીઓ માટે MCA હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.

મધ્યપ્રદેશ ગુજરાતથી આગળ નીકળી ગયું MCA સાથે નવી કંપનીઓની નોંધણીના આંકડા દર્શાવે છે કે દિલ્હીમાં 73,480 નવી કંપનીઓ નોંધાઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 71,223 કંપનીઓ, કર્ણાટકમાં 61,134 કંપનીઓ, તમિલનાડુમાં 47,339 કંપનીઓ, તેલંગાણામાં 47,176 કંપનીઓ અને મધ્ય પ્રદેશમાં 37,771 કંપનીઓ નોંધાયેલી છે. આ તમામ રાજ્યો ગુજરાત કરતાં વધુ નવી કંપનીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે

આ પણ વાંચો : વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ

આ પણ વાંચો : ટુંક સમયમાં ભારતમા સોનાની માંગનો 10 વર્ષનો રેકોર્ડ તુટશે, જાણો કેટલુ ખરીદાય છે સોનુ

g clip-path="url(#clip0_868_265)">