આ વસ્તુઓ પર નથી લાગતો GST, વાંચો પુરુ લીસ્ટ
કેટલીક વસ્તુઓને જીએસટીના દાયરામાં રાખવામાં આવી નથી. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.
Things Exempted From GST: દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની (Finance Minister Nirmala Sitharaman) અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક (GST Council 46th Meeting) સમાપ્ત થઈ ગઈ છે. GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક એ ઈનડાયરેક્ટ ટેક્સ (Indirect tax) છે, જેણે ભારતમાં વિવિધ ટેક્સ જેમ કે, એક્સાઇઝ ડ્યુટી, વેટ, સર્વિસ ટેક્સ વગેરે ઈનડાયરેક્ટ ટેક્સની જગ્યા લીધી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 29 માર્ચ 2017ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. અને તે 1લી જુલાઇ 2017 થી અમલમાં આવ્યો હતો.
બીજા શબ્દોમાં કહીએ તો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માલ અને સેવાઓના પુરવઠા પર લાદવામાં આવે છે. ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ એ એક વ્યાપક, ગંતવ્ય-આધારિત કર છે જે દરેક વેલ્યુ-એડેડ એડિશન પર લાદવામાં આવે છે. GST સમગ્ર દેશ માટે ઘરેલું પરોક્ષ કર કાયદો છે. જો કે હાલમાં કેટલીક વસ્તુઓને GSTના દાયરાની બહાર પણ રાખવામાં આવી છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.
આ વસ્તુઓ પર નથી લાગતો GST
દારૂ: લોકો દ્વારા દારૂ પીવા પર પણ હાલમાં જીએસટી લાગતો નથી. જોકે, દારૂ પર જીએસટી અમલમાં આવ્યા પહેલા જે ટેક્સ લાગતા હતા તે જ ચાલું રહેશે.
પેટ્રોલ-ડીઝલ: પેટ્રોલિયમ ઉત્પાદનો જેમ કે પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઇ સ્પીડ ડીઝલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ઇંધણ વગેરેને પણ GSTના દાયરામાં રાખવામાં આવ્યા છે.
વીજળી: વીજળીને હાલમાં GSTના દાયરાથી બહાર રાખવામાં આવી છે. જો કે પહેલાની ટેક્સ જેમ જ ચાલું રહેશે.
આ સિવાય જે વસ્તુઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે, તેમાં તાજી માછલી, શેલમાં ઉપલબ્ધ ચકલીઓના ઈંડા, તાજું દૂધ, તાજું આદુ, લસણ, દ્રાક્ષ, અનરોસ્ટેડ કોફી બીન્સ, અનપ્રોસેસ્ડ ગ્રીન ટી વગેરેનો સમાવેશ થાય છે.
કઠોળ, ફળો અને શાકભાજી પર ઝીરો GST
કેટલીક ચીજવસ્તુઓ અને સેવાઓ પર શૂન્ય દરનો જીએસટી લાગે છે, જેમાં મકાઈ, ચોખા, મકાઈ, સોયાબીન, સીરીયલ ગ્રેન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે કઠોળ, ફળો અને શાકભાજી પર પણ ઝીરો જીએસટી છે. આ સાથે દૂધ, કુદરતી મધ, મીઠું વગેરે પર પણ જીએસટી શૂન્ય છે.
અદાલતો, ટ્રિબ્યુનલ સેવાઓ જેમ કે જિલ્લા અદાલતો, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ નિર્ણયો આપવા માટે જીએસટી વસૂલતી નથી. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી સેવાઓની સાથે મૃત વ્યક્તિને લઈ જવા પર જીએસટી લાગતો નથી. કોઈપણ ધર્મ માટે અંતિમ સંસ્કાર સેવાઓ પર કોઈ જીએસટી નથી.
આ પણ વાંચો : Surat : જીએસટીનો દર યથાવત રાખવામાં આવતા સુરતના કાપડ વેપારીઓએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી