AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Collection: સરકારને જૂન મહિનામાં 1.61 લાખ કરોડનું ટેક્સ કલેક્શન કર્યું, ફરી બનાવ્યો નવો રેકોર્ડ

જૂન મહિનામાં ભારત સરકારનું GST કલેક્શન 12% વધીને રૂ. 1.61 લાખ કરોડ થયું છે. મે મહિનામાં ભારત સરકારનું GST કલેક્શન 1,57,090 કરોડ રૂપિયા હતું.

GST Collection: સરકારને જૂન મહિનામાં 1.61 લાખ કરોડનું ટેક્સ કલેક્શન કર્યું, ફરી બનાવ્યો નવો રેકોર્ડ
GST
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 5:28 PM
Share

જૂન મહિનામાં ભારત સરકારનું GST કલેક્શન 12% વધીને રૂ. 1.61 લાખ કરોડ થયું છે. અગાઉ એપ્રિલ 2023માં ભારતમાં 1.87 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું, જ્યારે મે મહિનામાં ભારત સરકારનું GST કલેક્શન 1,57,090 કરોડ રૂપિયા હતું. દેશમાં GST લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. ભારતમાં ટેક્સેશનના ઈતિહાસમાં GSTની રજૂઆત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

આ પણ વાંચો : GST Rates: મોબાઈલથી લઈને TV સુધી આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ થઈ સસ્તી, જીએસટી દરમાં થયો ઘટાડો

નાણા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે જૂનમાં ભારતનું GST કલેક્શન રૂ. 1,61,497 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો દર્શાવે છે. માસિક જીએસટી કલેક્શન સતત 15મા મહિને રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે. દેશમાં GST લાગુ થયા બાદ છઠ્ઠી વખત GST કલેક્શન 1.6 લાખ કરોડને વટાવી ગયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે GST કલેક્શનથી સરકારની કમાણી સતત વધી રહી છે.

જૂન મહિનામાં કુલ GST કલેક્શન 161497 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 31013 કરોડ અને સ્ટેટ જીએસટી રૂ. 38292 કરોડ હતો. IGST રૂ. 80292 કરોડ હતો. જેમાં 39035 કરોડ રૂપિયા આયાત અને 11900 કરોડ સેસથી આવ્યા છે.

CAT એ GSTના વખાણ કર્યા

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ શનિવારે GSTની નવેસરથી સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે કાયદાની અતિરેક ઘટાડવા અને પરોક્ષ કર પ્રણાલી હેઠળ વેપારીઓને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કર દળની રચના કરવી જોઈએ. જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સામેલ કરવા જોઈએ. આ સિવાય CATએ દેશમાં GSTના છ વર્ષ પૂર્ણ થવાને ઐતિહાસિક સફળતા ગણાવી છે.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">