GST News: જુલાઈમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક લેવલ પર, ગયા વર્ષની તુલનામાં 28% વધુ નોંધાયુ

|

Aug 01, 2022 | 1:01 PM

જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શનમાં (GST collection) વાર્ષિક ધોરણે 28 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને કુલ ટેક્સ કલેક્શન રૂ. 1.49 લાખ કરોડ થયું હતું.

GST News: જુલાઈમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક લેવલ પર, ગયા વર્ષની તુલનામાં 28% વધુ નોંધાયુ
July GST collection (Symbolic Image)

Follow us on

સતત પાંચમા મહિને જીએસટી કલેક્શન (GST Collections) 1.4 લાખ કરોડને વટાવી ગયું છે. જુલાઈ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની મદદથી કુલ 1.49 લાખ કરોડ રૂપિયા સરકારના તિજોરીમાં આવ્યા. GST કલેક્શન જૂનમાં 1.44 લાખ કરોડ, મે મહીનામાં 1.40 લાખ કરોડ, એપ્રિલમાં 1.67 લાખ કરોડ અને માર્ચમાં 1.42 લાખ કરોડ હતું. વાર્ષિક ધોરણે જુલાઇમાં GST કલેક્શનમાં 28 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જુલાઈ 2021માં GST કલેક્શન 116393 કરોડ હતું. આ સિવાય કોઈપણ એક મહિનામાં ટેક્સ કલેક્શનનો આ બીજો સૌથી વધુ આંકડો છે.

જુલાઈમાં કુલ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટીનો ફાળો 25751 કરોડ હતો. રાજ્ય જીએસટીનો ફાળો રૂ. 32807 કરોડ હતો અને ઇન્ટ્રા જીએસટીનો ફાળો રૂ. 79518 કરોડ હતો. સેસની મદદથી સરકારી તિજોરીમાં કુલ 10920 કરોડ રૂપિયા આવ્યા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઈમ્પોર્ટ ડ્યુટીનું કલેક્શન સતત વધી રહ્યું છે

79518 કરોડના IGSTમાં આયાતની મદદથી 41420 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં આવ્યા, સાથે જ 10920 કરોડના સેસના 995 કરોડ રૂપિયા આયાતની મદદથી આવ્યા. છેલ્લા પાંચ મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1.4 લાખ કરોડને પાર કરી ગયો છે. સરકારનું ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. ગયા મહિને સરકારે આયાત ઘટાડવા માટે ઘણી બધી ડ્યુટી લગાવી હતી, જેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ સિવાય અર્થવ્યવસ્થામાં સુધારાના પરિણામો પણ જોવા મળી રહ્યા છે.

ઘણી વસ્તુઓ અને સેવાઓને GSTના દાયરામાં લાવવામાં આવી છે

તાજેતરમાં, GST કાઉન્સિલે આવા ઘણા ઉત્પાદનો અને સેવાઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યો છે, જ્યાં અત્યાર સુધી કોઈ ટેક્સ લાગતો ન હતો. જો હોટલનો રૂમ 1000 રૂપિયાથી ઓછો રહે તો પણ GST ચૂકવવો પડશે. GSTનો દર 12 ટકા રહેશે. જો હોટલના રૂમની કિંમત 7500 રૂપિયાથી વધુ છે તો તેના પર 18 ટકા ટેક્સ લાગશે. આ સિવાય હોસ્પિટલના રૂમનું ભાડું 5000 રૂપિયાથી વધુ હોય તો પણ 5% GST લાગશે. પેકેજ્ડ ફૂડ આઈટમ પર પણ 5 ટકાનો GST લાદવામાં આવ્યો છે.

Published On - 12:04 pm, Mon, 1 August 22

Next Article