જૂનમાં જીએસટી કલેક્શન 56 ટકા વધીને 1.44 લાખ કરોડ થયું, સતત ચોથા મહિને આંકડો 1.4 લાખ કરોડને પાર

નાણા મંત્રાલયના (Finance Ministry) જણાવ્યા અનુસાર, જૂન મહિનાનું કલેક્શન આજ સુધી માત્ર બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન જ નથી. પરંતુ આ આંકડાની સાથે જૂનમાં લો કલેક્શનનો ટ્રેન્ડ પણ ખતમ થઈ ગયો છે.

જૂનમાં જીએસટી કલેક્શન 56 ટકા વધીને 1.44 લાખ કરોડ થયું, સતત ચોથા મહિને આંકડો 1.4 લાખ કરોડને પાર
GST Collection In June (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 6:49 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે જૂન મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક (GST Collection) વધીને રૂ. 1.44 લાખ કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 56 ટકા વધુ છે. નાણાપ્રધાન ( Finance Minister) સીતારમણે કહ્યું કે 1.4 લાખ કરોડ રૂપિયા હવે GST કલેક્શન માટે નીચલી મર્યાદા બની ગઈ છે. અગાઉ, મે 2022 માં, જીએસટીની આવક લગભગ 1.41 લાખ કરોડ રૂપિયા હતી અને જૂનના કલેક્શન સાથે, આ સતત ચોથો મહિનો છે જ્યારે GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડને પાર કરી ગયું છે.

GST 30 જૂને જ લાગુ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 5 વખત કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે. આ વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.68 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. જૂનનું સ્તર અત્યાર સુધીનું બીજું સર્વોચ્ચ સ્તર છે. તે જ સમયે, એપ્રિલ 2018 માં જ, કલેક્શન પ્રથમ વખત રૂ. 1 લાખ કરોડના આંકડાને પાર કરી ગયું. જો કે, મહામારી દરમિયાન, કલેક્શન એક લાખના સ્તરથી પણ નીચે આવી ગયું હતું.

જૂનમાં GST કલેક્શન કેટલું રહ્યું

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જૂન 2022માં કુલ GST કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા હતું. આમાં CGST 25306 કરોડ રૂપિયા, SGST 32406 કરોડ રૂપિયા અને IGST 75887 કરોડ રૂપિયા છે. જ્યારે સેસ 11018 કરોડ રૂપિયા રહ્યું છે. ગયા વર્ષે, રોગચાળાની અસરને કારણે, GST કલેક્શન 92800 કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂન મહિનાનું કલેક્શન અત્યાર સુધીનું બીજું માત્ર સૌથી વધુ કલેક્શન જ ન હતું, પરંતુ આ આંકડા સાથે જૂનમાં ઓછા કલેક્શનનો ટ્રેન્ડ પણ ખતમ થઈ ગયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રથમ ક્વાર્ટર દરમિયાન GST કલેક્શનની માસિક સરેરાશ 1.51 લાખ કરોડ રહી છે. જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં સરેરાશ 1.1 લાખ કરોડ રૂપિયા હતી એટલે કે સરેરાશ કલેક્શનમાં 37 ટકાનો વધારો થયો છે. જ્યારે જુન મહિનામાં કુલ સેસ કલેક્શન GST લાગુ થયા પછી સેસ માટે આ કોઈપણ મહિના માટેનું સૌથી વધુ સ્તર છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, અર્થવ્યવસ્થામાં રિકવરી, બનાવટી બિલોને લઈને સરકારની કડકાઈ અને અન્ય ઘણા પગલાંને કારણે કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યોનું પ્રદર્શન કેવું રહ્યું?

દર વર્ષે જીએસટી કલેક્શનમાં વૃદ્ધિના આધારે રાજ્યોમાં કેરળ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે, જ્યાં જીએસટી કલેક્શન 116 ટકા વધીને રૂ. 2161 કરોડ થયું છે. બીજી તરફ, તમિલનાડુમાં 83 ટકા, ઉત્તરાખંડમાં 82 ટકા, મણિપુરમાં 78 ટકા, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં 77-77 ટકા અને દિલ્હીમાં 62 ટકા વૃદ્ધિ જોવા મળી છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">