Cryptocurrency પર સરકાર પ્રતિબંધ મૂકશે ! સંસદમાં બિલ લાવીને બનાવવામાં આવશે કાયદો

|

Nov 23, 2021 | 10:18 PM

સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) રજૂ કરી શકે છે.

Cryptocurrency પર સરકાર પ્રતિબંધ મૂકશે ! સંસદમાં બિલ લાવીને બનાવવામાં આવશે કાયદો
Cryptocurrency

Follow us on

ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેશન અંગે, સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) રજૂ કરી શકે છે. અહેવાલ મુજબ આ શિયાળુ સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરશે. ડિજિટલ કરન્સી બિલ 2021ની મદદથી, ભારતીય રિઝર્વ બેંકને તેની સત્તાવાર ડિજિટલ કરન્સી (RBI Digital Currency) જાહેર કરવા માટે અનુકૂળ માળખું મળશે.

આ સિવાય આ બિલ ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર પણ પ્રતિબંધ લગાવશે. જો કે, આ બિલ આ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલાક અપવાદોને પણ મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદીય પેનલની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. તે મીટિંગમાં સહમતિ બની હતી કે ભારત માટે ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવાનો અને તેની દિશા નક્કી કરવાનો સમય આવી ગયો છે.

સરકાર કરવેરાના કાયદામાં ફેરફાર કરી શકે છે
તાજેતરમાં, મહેસૂલ સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સીને ટેક્સ હેઠળ લાવવા માટે આવકવેરા કાયદામાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. તેમાના કેટલાક ફેરફારો આવતા વર્ષના બજેટનો ભાગ હોઈ શકે છે. બજાજે કહ્યું, અમે નિર્ણય લઈશું. હું સમજું છું કે લોકો તેના પર પહેલેથી જ ટેક્સ ચૂકવી રહ્યા છે. હવે જ્યારે તે ખરેખર ઘણું વધી ગયું છે, તો અમે જોઈશું કે કાયદાની સ્થિતિમાં આપણે થોડો ફેરફાર લાવી શકીએ કે કેમ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટ્રેડિંગથી થતી આવક પર પણ ટેક્સ લાગી શકે છે
જ્યારે પૂછવામાં આવ્યું કે શું ક્રિપ્ટો ટ્રેડિંગ માટે સ્ત્રોત પર ટેક્સ કલેક્શનની જોગવાઈ દાખલ કરી શકાય છે, સેક્રેટરીએ કહ્યું, જો અમે નવો કાયદો લાવીશું, તો જોઈશું કે શું કરી શકાય છે. તેમણે કહ્યું, જો તમે પૈસા કમાશો તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. અમારી પાસે પહેલેથી જ કેટલાક ટેક્સ છે, કેટલાકે તેને સંપત્તિ તરીકે ગણી છે અને તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવ્યો છે.

ક્રિપ્ટોકરન્સી પર પીએમ મોદીની નજર
હાલમાં, ક્રિપ્ટોકરન્સી પર કોઈ નિયમન કે પ્રતિબંધ નથી. ગયા અઠવાડિયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ક્રિપ્ટોકરન્સીની સંભાવનાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. તે પહેલા, જયંત સિન્હાની અધ્યક્ષતામાં સંસદની સ્થાયી સમિતિના ક્રિપ્ટો પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ ન મૂકવા પર સહમતિ બની હતી.

 

આ પણ વાંચો : બેન્કોને જાણી જોઈને દેવુ નહીં ચુકવવાનારા લોકો પાસેથી એક એક પૈસો વસુલવામાં આવશે, પાછા લાવવામાં આવશે પુરા પૈસા: નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો : NPS માં કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી મળશે 1 લાખ રૂપિયા કરતા વધારે માસિક પેન્શન, જાણો અહીં

Published On - 10:16 pm, Tue, 23 November 21

Next Article