ડુંગળીના ભાવ ઘટાડવા સરકાર અપનાવશે ‘ટામેટા’ વાળો પ્લાન, ટૂંક સમયમાં ઘટશે કિંમત
ગરીબોની કસ્તુરી મધ્યમવર્ગ માટે મોંઘી બનતી જાય છે. આગામી દિવસોમાં તેના ભાવ રૂ.100ને પાર કરી જશે. પરંતુ આ દરમિયાન સામાન્ય માણસને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર ડુંગળી પર પણ ટામેટાની ફોર્મ્યુલા લાગુ કરવાનું વિચારી રહી છે.

ગરીબોની કસ્તુરી મધ્યમવર્ગ માટે મોંઘી બનતી જાય છે. ડુંગળીના ભાવ દિવસેને દિવસે તેની કિંમતમાં વધારો થતો જઇ રહ્યો છે, અમદાવાદની વાત કરીએ તો, છુટકભાવ 1 કિલોના આશરે 50-70 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એવામાં દેશવ્યાપી મોંઘવારીને પર કંન્ટ્રોલ મેળવવા અને ડુંગળીના ભાવમાં કાબુમાં લેવા માટે સરકારે ટામેટા સ્ટેટર્જી અપનાવાનો વિચાર કર્યો છે.
થોડા સમય પહેલા ટામેટાના ભાવ જ્યારે 400 પાર કરી ગયા હતા. ટામેટાના ભાવે લોકોના રસોડાના બજેટને ખોરવી નાખ્યું હતું. ત્યારે ટામેટાંના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેને નીચા ભાવે વેચવાનો નિર્ણય લીધો હતો. હવે સરકાર કાંદા સાથે પણ આવું જ કંઈક કરવા જઈ રહી છે.
શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા અનુસાર ડુંગળીના ભાવમાં દરરોજ 20 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જેના કારણે બજારના વિક્રેતાઓને ડર છે કે આગામી દિવસોમાં તેના ભાવ રૂ.100ને પાર કરી જશે. પરંતુ આ દરમિયાન સામાન્ય માણસને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર ડુંગળી પર પણ ટામેટાની ફોર્મ્યુલા લાગુ કરવાનું વિચારી રહી છે.
સરકાર કરશે અન્ય રાજ્યમાંથી આયાત
જે રીતે સરકારે ટામેટાના ભાવમાં ઉછાળા દરમિયાન અન્ય રાજ્યોમાંથી ટામેટાંની આયાત કરીને સસ્તા ભાવે વેચી હતી, તે જ યોજના હેઠળ હવે ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર પ્રયત્ન કરશે. સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરતી ડીજીએફટીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોમાંથી મોટી માત્રામાં ડુંગળીની આયાત કરવાનું શરૂ કર્યું છે.
આ સિઝનમાં ડુંગળી માટે સરકારનો બફર સ્ટોક 5 લાખ ટન હતો, જેમાંથી 2 લાખ ટનનું વેચાણ થયું છે. આ સિવાય સરકારે અન્ય રાજ્યોના ખેડૂતો પાસેથી 2 લાખ ટન વધુ ડુંગળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જેથી સામાન્ય માણસને રાહત મળી શકે.
નિકાસ અંગે લેવાયો નિર્ણય
આ સિવાય કેન્દ્ર સરકારે ડુંગળીની વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે ડુંગળીની નિકાસ કિંમત પ્રતિ ટન 800 ડોલર જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે દેશમાં ઉત્પાદિત ડુંગળી બહાર વેચવામાં ઓછી સક્ષમ હશે, કારણ કે તેની કિંમત પ્રતિ કિલોગ્રામ 68 રૂપિયાની આસપાસ હશે. જેનો અર્થ છે કે દેશના બજારોમાં ડુંગળી વધુ વેચાશે અને બહાર તેની નિકાસ ઓછી થશે. ડુંગળી પર લાગુ નવા નિકાસ ભાવ 31 ડિસેમ્બર 2023 સુધી રહેશે.
આ પણ વાંચો : ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરતા જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, ધોની-વિરાટ-ગાંગુલીના ખાસ કલબમાં થશે સામેલ