AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈ કોમર્સ કંપની સામે સરકારની લાલ આંખ, એડવાઈઝરી જારી કરી કહ્યું, ગેરમાર્ગે દોરનારી ટ્રિક્સ બંધ કરો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ઈ-કોમર્સ કંપનીઓને કડક ચેતવણી આપી છે કે, તેઓ તેમના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની ભ્રામક ડિઝાઇન અથવા 'ડાર્ક પેટર્ન'નો ઉપયોગ ન કરે. સરકારે નિર્દેશ આપ્યો છે કે, બધી કંપનીઓ ત્રણ મહિનામાં પોતાનું ઓડિટ કરે અને ખાતરી કરે કે તેમના પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે કોઈ સિસ્ટમ ન હોય.

ઈ કોમર્સ કંપની સામે સરકારની લાલ આંખ, એડવાઈઝરી જારી કરી કહ્યું, ગેરમાર્ગે દોરનારી ટ્રિક્સ બંધ કરો
| Updated on: Jun 07, 2025 | 9:07 PM
Share

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ 7 જૂને એક પ્રેસ રિલીઝ જારી કરીને ઈ-કોમર્સ પ્લેટફોર્મને ચેતવણી આપી છે. ‘CCRA’એ કહ્યું છે કે, તેઓએ તેમના પ્લેટફોર્મ પર ચાલી રહેલી કોઈપણ પ્રકારની ભ્રામક અથવા અન્યાયી વ્યવસાયિક વ્યવહારને તાત્કાલિક બંધ કરવી જોઈએ.

ડાર્ક પેટર્ન શું છે?

ડાર્ક પેટર્ન એ ડિઝાઇન અથવા ડિજિટલ ઇન્ટરફેસ છે, જે ગ્રાહકોને છેતરપિંડીથી એક એવો નિર્ણય લેવા માટે પ્રેરિત કરે છે કે જે તેઓ સામાન્ય રીતે કરતાં ન હોય. જેમ કે, વધારે કિંમતે પ્રોડક્ટ ખરીદવું, એવી સેવા માટે સાઇન અપ કરવું જે ગ્રાહક વાસ્તવમાં ન લેવી ઇચ્છે, અથવા સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરવાનો વિકલ્પ છુપાવવો.

સરકારે કંપનીઓને શું કહ્યું?

‘CCPA’એ કહ્યું છે કે, ઘણા કિસ્સાઓમાં કેટલીક ઇ-કોમર્સ કંપનીઓને નોટિસ જારી કરવામાં આવી છે, જે ડાર્ક પેટર્ન સંબંધિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહી હતી. બધી ઇ-કોમર્સ કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે અથવા પ્રભાવિત કરે તેવા આવા ડિજિટલ ઇન્ટરફેસનો ઉપયોગ બંધ કરે. પ્રેસ રિલીઝ અનુસાર, બધી કંપનીઓએ ડાર્ક પેટર્નનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે શોધવા માટે 3 મહિનાની અંદર તેમના પ્લેટફોર્મનું સ્વ-ઓડિટ કરવું પડશે.

આ પછી, તેમના પ્લેટફોર્મ આ ખોટી પ્રથાઓથી મુક્ત છે તેની ખાતરી કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે. કંપનીઓને એક સ્વ-ઘોષણા પણ જારી કરવા કહેવામાં આવ્યું છે જેમાં તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે તેમનું પ્લેટફોર્મ ડાર્ક પેટર્નથી મુક્ત છે.

‘CCPA’એ જણાવ્યું છે કે કેટલીક ઇ-કોમર્સ કંપનીઓ ડાર્ક પેટર્ન સંબંધિત નિયમોનો ઉલ્લંઘન કરી રહી છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે. બધી કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તે તેવા ડિજિટલ ઈન્ટરફેસનો ઉપયોગ ન કરે જે ગ્રાહકોને ભ્રામક અથવા પ્રભાવિત કરે.

પ્રેસ રિલીઝ મુજબ, બધા પ્લેટફોર્મોએ 3 મહિનાના અંદર પોતાનું સ્વ-ઓડિટ કરવું પડશે અને તપાસવી પડશે કે શું ત્યાં ડાર્ક પેટર્નનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં. તેમને ખાતરી કરવી પડશે કે, તેમની સાઇટમાં આવી ખામી નથી અને તે માટે જરૂરી પગલાં લેવા પડશે. કંપનીઓએ એ પણ જણાવવું પડશે કે તેમનું પ્લેટફોર્મ ડાર્ક પેટર્નથી ફ્રી છે.

કયા પ્રકારના ડાર્ક પેટર્ન માન્ય છે?

2023માં ઉપભોક્તા મામલે વિભાગે ‘ડાર્ક પેટર્ન’ની અટકાયત અને નિયંત્રણ માટેની માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં 13 પ્રકારના ડાર્ક પેટર્નની વ્યાખ્યા આપવામાં આવી હતી.

  • ફોલ્સ અરજન્સી (False Urgency): ગ્રાહકો પર દબાણ મૂકવું કે ઓફર ઝડપથી પૂરી થઇ જશે અથવા સ્ટોક ખતમ થઈ રહ્યો છે.
  • બાસ્કેટ સ્નીકિંગ (Basket Sneaking): ગ્રાહકની જાણકારી વિના કાર્ટમાં પ્રોડક્ટ અથવા સર્વિસ ઉમેરવી.
  • કન્ફર્મ શેમિંગ (Confirm Shaming): ગ્રાહકોને દોષી ગણાવીને નિર્ણય લેવા માટે મજબૂર કરવું.
  • ફોર્સ્ડ એક્શન (Forced Action): એવી એક્શન કે જે ગ્રાહક કરવા માંગતો ન હોય (જેમ કે કન્ટેન્ટ માટે સાઇન અપ કરાવવું).
  • સબ્સ્ક્રિપ્શન ટ્રેપ: સેવા સરળ બનાવવી પરંતુ તેને કેન્સલ કરવાનું મુશ્કિલ થાય.
  • ઇન્ટરફેસ ઇન્ટરફીયરન્સ: જરૂરી એક્શન છુપાવવું અથવા તેને જટિલ બનાવવું (જેમ કે એકાઉન્ટ ડિલીટ કરવું).
  • બેટ એન્ડ સ્વિચ (Bait and Switch): એક વસ્તુનો પ્રચાર કરીને બીજી, નીચી ગુણવત્તાની વસ્તુ આપવી.
  • ડ્રિપ પ્રાઈસિંગ (Drip Pricing): શરૂઆતમાં કિંમત ઓછી બતાવી પછી છુપાવેલા ચાર્જ લાગુ કરવો.
  • ડિસગાઇઝ્ડ એડ્સ (Disguised Ads): જાહેરાતોને ન્યુઝ કે સામાન્ય માહિતી જેવી બતાવવી.
  • નેગીંગ (Nagging): વારંવાર પોપઅપ કે નોટિફિકેશનથી ગ્રાહકને ત્રાસ પહોંચાડવો.
  • ટ્રિક વર્ડિંગ (Trick Wording): શબ્દોના ઉપયોગથી ગ્રાહકને ભ્રમિત કરવું જેથી તે ખોટો વિકલ્પ પસંદ કરે.
  • સાસ બિલિંગ (SaaS Billing): સબ્સ્ક્રિપ્શન સોફ્ટવેરની બિલિંગમાં છુપાયેલા શુલ્ક.
  • રોગ મેલવેર (Rogue Malwares): ગ્રાહકની જાણકારી વિના તેના ડિવાઈસમાં ખતરનાક સોફ્ટવેર મુકવું.

સરકારની ચેતવણી:

સેન્ટ્રલ કન્સ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ સ્પષ્ટ કર્યું છે કે, તે ઈ-કૉમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે કરાતા ભ્રામક અને અનિયમિત વર્તન પર સતત નજર રાખી રહી છે. જે પણ પ્લેટફોર્મ આ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કરશે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને ઓનલાઈન ખરીદી વધતા જતા ગ્રાહકોને ભ્રામક માહિતી આપવી ગંભીર ગુનાઓમાં ગણે છે કારણ કે તે તેમના આર્થિક નુકસાનનું કારણ બની શકે છે અને તેઓ માહિતી વિના ખોટા નિર્ણયો લઈ શકે છે.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">