વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતતા સરકારે મોંધવારીને નાથવા બનાવ્યો પ્લાન, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લોકોને મળશે રાહત
કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં 4,00,000 ટન તુવેર દાળ અને ફેબ્રુઆરીમાં મ્યાનમારથી 1 મિલિયન ટન અડદની દાળની આયાત કરવા જઈ રહી છે. ભારતે તુવેરની આયાતની જાહેરાત એવા સમયે કરી રહ્યું છે જ્યારે દેશમાં હજુ તુવેરની લણણી ચાલુ છે. વાવેતર વિસ્તારમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારને, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછુ ઉત્પાદન થવાની અપેક્ષા છે.

મોંઘવારી ફરી વધવા લાગી છે. ખાસ કરીને કઠોળના ભાવ સતત વધી રહ્યા છે. સરકારે કઠોળના ભાવમાં થઈ રહેલા વધારાને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક બજારમાં તુવેર અને અડદની દાળના ભાવ ઘટાડવા માટે સરકારે આયાતનો આશરો લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં 4,00,000 ટન તુવેર દાળ અને ફેબ્રુઆરીમાં મ્યાનમારથી 1 મિલિયન ટન અડદની દાળની આયાત કરવા જઈ રહી છે. ભારતે તુવેરની આયાતની જાહેરાત એવા સમયે કરી રહ્યું છે જ્યારે દેશમાં હજુ તુવેરની લણણી ચાલુ છે. વાવેતર વિસ્તારમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારને, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછુ ઉત્પાદન થવાની અપેક્ષા છે.
દાળ કેટલી મોંઘી થઈ ગઈ?
વર્ષ 2023ના જાન્યુઆરીમાં, સરકારે સંગ્રહખોરીને રોકવા અને ગ્રાહકોને રાહત આપવા માટે તુવેર અને અડદ પર સ્ટોક લિમિટ પણ લાદી હતી. આ સ્ટોક લિમિટ 30 ઓક્ટોબરે સમાપ્ત થવાની હતી પરંતુ સરકારે તેને ડિસેમ્બરના અંત સુધી લંબાવી છે. સરકારી ડેટા અનુસાર, મંગળવારે તુવેરની અખિલ ભારતીય છૂટક કિંમત 11,198.09 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. જે ગયા વર્ષના 9,627.48 રૂપિયા હતી. તુવેર (40.94 ટકા), ચણા (11.16 ટકા) અને મગ (12.75 ટકા)ના ભાવમાં તીવ્ર વધારાને કારણે ઓક્ટોબરમાં કઠોળનો છૂટક ફુગાવો વધીને 18.79 ટકા થવા પામ્યો હતો. સપ્ટેમ્બરમાં તુવેરનો મોંઘવારી દર 37.3 ટકાથી વધુ હતો. જ્યારે માર્ચ મહિનામાં સરકારે તુવેર પરની આયાત જકાત નાબૂદ કરીને આફ્રિકા અને મ્યાનમારથી આયાત વધારવાના પ્રયાસો કર્યા હતા.
છેલ્લા કેટલાક મહિનાની સ્થિતિ
કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ વિગતો અનુસાર, 5 ડિસેમ્બરે તુવેર દાળની સરેરાશ કિંમત 155 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે 1 નવેમ્બરે 152.92 રૂપિયા પ્રતિ કિલો, 1 ઓક્ટોબરે 151.54 રૂપિયા અને 1 સપ્ટેમ્બરે 141.57 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ વિગતો અનુસાર, 5 ડિસેમ્બરે અડદની દાળની સરેરાશ કિંમત 123.11 રૂપિયા પ્રતિ કિલો હતી. જયારે 1 નવેમ્બરે 120.32 રૂપિયા પ્રતિ કિલો, 1 ઓક્ટોબરે 117.85 રૂપિયા અને 1 સપ્ટેમ્બરે 115.73 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ વિગતો અનુસાર, 5 ડિસેમ્બરે મગની દાળની સરેરાશ કિંમત 116.91 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે 1 નવેમ્બરે 115.99 રૂપિયા પ્રતિ કિલો, 1 ઓક્ટોબરે 114.61 રૂપિયા અને 1 સપ્ટેમ્બરે 111.88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ વિગતો અનુસાર, 5 ડિસેમ્બરે મસૂરની સરેરાશ કિંમત 94.49 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે 1 નવેમ્બરે 94.04 રૂપિયા પ્રતિ કિલો, 1 ઓક્ટોબરે 93.52 રૂપિયા અને 1 સપ્ટેમ્બરે 92.66 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
ઉત્પાદન ઘટ્યું
બીજી તરફ ખરીફ સિઝનમાં તુવેરનો વાવેતર વિસ્તાર ઓછો થયો છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉત્પાદન ઘટતા છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય મોંઘવારીના દરમાં પણ વધારો થયો છે. સરકારી ડેટા અનુસાર, તુવેરનો વાવેતર વિસ્તાર 29 સપ્ટેમ્બર, 2022ના 4.61 મિલિયન હેક્ટરથી ઘટીને 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 4.39 મિલિયન હેક્ટર થયો છે. 2023-24ના ખરીફ પાક માટે કૃષિ મંત્રાલયના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, તુવેરનું ઉત્પાદન 3.42 મિલિયન ટન થવાનો અંદાજ છે. જે લગભગ ગયા વર્ષના ઉત્પાદન જેટલું જ છે. અડદનો વાવેતર વિસ્તાર 3.07 મિલિયન હેક્ટર હોવાનો અંદાજ છે. જે ગયા વર્ષે લગભગ 3.10 મિલિયન હેક્ટર હતો.
દાળ વધુ મોંઘી થઈ શકે છે
ઈકોનોમિક્સ ટાઈમ્સે, પલ્સ એન્ડ ગ્રેન્સ એસોસિએશનના પ્રમુખ બિમલ કોઠારીને ટાંકિને રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતમાં તુવેર દાળની કુલ વાર્ષિક જરૂરિયાત 45 લાખ (4.5 મિલિયન) મેટ્રિક ટન છે, કારણ કે ભારતના મોટાભાગના ભાગોમાં તેનો વપરાશ થાય છે. નિષ્ણાતો સૂચવે છે કે નવેમ્બરમાં તુવેરના ભાવ હજુ પણ લગભગ 40 ટકા વધુ છે, કઠોળની મોંઘવારી વધુ વધી શકે છે.