AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે.

ખુશખબર ! સરકાર દિવાળી પહેલા 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરશે, આ રીતે કરો બેલેન્સ ચેક
know how to check PF balance
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:04 AM
Share

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યો માટે સારા સમાચાર છે. રિટાયરમેન્ટ ફંડ દિવાળી પહેલા નાણાંકીય વર્ષ 2020-21 (FY21) માટે વ્યાજ દર જમા કરી શકે છે. અહેવાલો અનુસાર, EPFO ​​ના સેન્ટ્રલ બોર્ડે વ્યાજમાં વધારાને મંજૂરી આપી દીધી છે અને બોડી હવે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે.

રિપોર્ટ અનુસાર બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) માં વધારો અને મોંઘવારી રાહત સાથે વધુ નાણાં મળશે. જ્યારે કેટલાક દલીલ કરે છે કે નાણાં મંત્રાલયની મંજૂરી માત્ર પ્રોટોકોલની બાબત છે EPFO તેની મંજૂરી વિના વ્યાજ દરને ક્રેડિટ કરી શકતું નથી. EPFO તેના બોર્ડના નિર્ણય અને નાણાકીય સ્થિતિના આધારે આગળ વધવાની અપેક્ષા રાખે છે.

7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર માર્ચમાં બોર્ડે નાણાકીય વર્ષ 21 માટે 8.5% ચૂકવવાની ભલામણ કરી હતી. EPFO એ ગયા નાણાકીય વર્ષમાં અંદાજે રૂ .70,300 કરોડની આવકનો અંદાજ મૂક્યો છે, જેમાં તેના ઇક્વિટી રોકાણોનો એક હિસ્સો વેચવાથી લગભગ 4,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

વર્ષ 2020 માં કોવિડ -19 ફાટી નીકળ્યા પછી, EPFO ​​એ માર્ચ 2020 માં PF વ્યાજ દર ઘટાડીને 8.5 ટકા કરી દીધો. આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજ દર 8.65 ટકા હતો. જોકે, નાણાકીય વર્ષ 2017-18માં તે માત્ર 8.55 ટકા હતો. નાણાકીય વર્ષ 2019-20 માટે તે 8.5 ટકા છે.

તમારા એકાઉન્ટમાં વ્યાજ આવ્યું છે કે નહીં તે તમે કેવી રીતે જાણશો? અમે તમને ચાર રીતો વિશે જણાવી રહ્યા છે જેના દ્વારા તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચકાસી શકો છો

આ સુવિધા માટે તમારે પહેલા તમારા મોબાઇલમાં Umang App એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી આવશ્યક છે. તમારે તમારો રજિસ્ટર થયેલ ફોન નંબર દાખલ કરવો પડશે. ડાબા ખૂણાના મેનૂ પર જાઓ અને ‘Service Directory’ પર જાઓ. અહીં EPFO વિકલ્પ સર્ચ કરો. અહીં View Passbook ખોલી તમારા UAN નંબર અને OTP દ્વારા બેલેન્સ જાણો.

2. EPFO PORTAL કર્મચારી EPFO પોર્ટલ દ્વારા ખાતાનું બેલેન્સ પણ ચકાસી શકાય છે. આ માટે, તમારે વેબસાઇટ પર લોગિન કરવું પડશે. આ સિવાય ઇ-પાસબુક માટે epfindia.gov.in પર ક્લિક કરો. આ પછી નવું પૃષ્ઠ ખુલશે. અહીં તમારે તમારું વપરાશકર્તા નામ (UAN NUMBER), પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવું પડશે. એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં બધી વિગતો આવશે. હવે અહીં તમારે મેમ્બર આઈડી પસંદ બેલેન્સ જાણી શકાશે.

3. MISS CALL આ માટે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબરને 011-22901406 પર MISS CALL કરો. અહીં તમારું UAN, PAN અને આધાર લિંક હોવું જરૂરી છે. આ નંબર પર કોલ કર્યા પછી, તમારું બેલેન્સ જાણવા મળશે

4. SMS આ માટે, તે જરૂરી છે કે તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ હોય. તમારે 7738299899 પર ‘EPFOHO UAN ENG’ લખીને મોકલવાનું રહેશે. આ સેવા અંગ્રેજી, હિન્દી, પંજાબી સહિત 10 વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો : સરકારની ડ્રોન પોલિસીએ આ શેરને પાંખો લગાડી , એક સપ્તાહમાં 50% વૃદ્ધિ નોંધાવનાર આ ડિફેન્સ સ્ટોક આપના પોર્ટફોલિયોમાં છે?

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">