GOOD NEWS : કોરોનાકાળમાં દેશના વિદેશી હૂંડિયામણમાં જંગી વધારો, આશરે 150 અબજ ડોલરનો ઉમેરો થયો

GOOD NEWS : RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)ના વડા શક્તિકાંત દાસે શુક્રવારે એક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત જંગી મૂડી રોકાણને પગલે આગામી સમયમાં ભારતનું વિદેશી હૂંડિયામણ વિક્રમજનક સપાટી પર પહોંચ્યું છે.

GOOD NEWS : કોરોનાકાળમાં દેશના વિદેશી હૂંડિયામણમાં જંગી વધારો, આશરે 150 અબજ ડોલરનો ઉમેરો થયો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 8:56 PM

GOOD NEWS : RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા)ના વડા શક્તિકાંત દાસે શુક્રવારે એક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત જંગી મૂડી રોકાણને પગલે આગામી સમયમાં ભારતનું વિદેશી હૂંડિયામણ વિક્રમજનક સપાટી પર પહોંચ્યું છે. વિદેશ હુંડિયામણ 600 અબજ ડોલરની સપાટીને પાર પહોંચી ગયું છે.

28મી મેના રોજ મધ્યસ્થ બેન્ક દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે 21 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ગોલ્ડ તથા કરન્સી એસેટ્સમાં તીવ્ર વધારો નોંધાયો હતો. જેના લીધે દેશનું વિદેશી હૂંડિયામણ 2.865 અબજ ડોલર વધીને 592.894 અબજ ડોલર પહોંચ્યું છે. નોંધનીય છે કે કોરોનાકાળમાં પણ વિદેશી હૂંડિયામણમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર,2019માં ભારતનું વિદેશી હૂંડિયામણ 451 અબજ ડોલર હતું,જે આજે 600 અબજ ડોલરની સપાટીએ છે. એટલે કે કોરોના કાળમાં 150 અબજ ડોલરનો ઉમેરો થયો છે.

છેલ્લા 7 વર્ષમાં હૂંડિયામણ 312 થી 600 અબજ ડોલર પહોંચ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં દેશમાં વિદેશી હૂંડિયામણ લગભગ બમણું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો ત્યારે મે 2014માં દેશમાં વિદેશી હૂંડિયામણ 312.38 અબજ ડોલર હતું, જે અત્યારના સમયમાં વધીને 600 અબજ ડોલરને પાર થઈ ગયું છે. મોદી સરકારે બીજા કાર્યકાળમાં પણ 2 વર્ષ પૂરા કર્યાં છે. અને 2 વર્ષ દરમિયાન દેશમાં વિદેશી હૂંડિયામણ આશરે 179 અબજ ડોલર વધ્યું છે. મે,2019ના અંતમાં દેશમાં હૂંડિયામણનું પ્રમાણ 421.86 અબજ ડોલર હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વર્તમાન સમયમાં ભારત એક વર્ષ સુધી તેના ઈમ્પોર્ટ બિલની ચુકવણી કરી શકે એટલી મજબૂત આર્થિક સ્થિતિમાં છે. સારા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની અનામતો હોવાથી દેશ-વિદેશ વેપારમાં ભાગીદારીને આકર્ષિત કરી શકે છે. અને વ્યાપારીક ભાગીદારી પ્રત્યે વધારે વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. તેને લીધે દેશમાં વધારે વિદેશી રોકાણને પ્રોત્સાહન મળતું રહે છે.

નોંધનીય છેકે આ પહેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. અને તે COVID-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહી છે. ગોયલે જણાવ્યું છે કે, કોવિડ-19ના ગાળા દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ એફડીઆઈ રહી છે. વિદેશી વેપાર અંગે બોલતા તેમણે કહ્યું હતું કે એપ્રિલ 2021 માં નિકાસએ COVID-19 પહેલાના આંકડાને પાર કરી દીધા છે. મે 2021 દરમિયાન પણ, જ્યારે કોરોનાનાં કેસા હતા, ત્યારે દેશમાંથી નિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">