AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB લાવી ખુશખબર : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે

દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક PNB એ તેના ટ્વિટમાં કહ્યું છે કે હવે તમારું સોનું ઉંઘશે નહીં! સોનાના સિક્કા, ઘરેણાં વગેરેમાંથી વ્યાજ મેળવો.

PNB લાવી ખુશખબર  : હવે તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે , જાણો કઈ રીતે
Gold
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:59 AM
Share

ભારતમાં દરેક ઘરમાં કોઈને કોઈ સ્વરૂપે સોનું રાખવામાં આવે છે. વર્ષો સુધી લોકોના ઘરોમાં સોનું આ રીતે પડ્યું રહે છે અને તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ સાથે તેની સલામતી વિશે પણ ચિંતા છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) માં, તમે તમારું સોનું બેંકમાં જમા કરાવી શકો છો. બેંક તમને આના પર વ્યાજ આપશે. પંજાબ નેશનલ બેન્ક (PNB) એ ટ્વિટ કરીને કહ્યું છે કે ઘરમાં રાખેલા સોનામાંથી કેવી રીતે કમાણી કરવી

દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક PNB એ તેના ટ્વિટમાં કહ્યું છે કે હવે તમારું સોનું ઉંઘશે નહીં! સોનાના સિક્કા, ઘરેણાં વગેરેમાંથી વ્યાજ મેળવો. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ(Gold Monetization Scheme) હેઠળ સોનું જમા કરવો. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ તમારી જ્વેલરી અને અન્ય સોનાની સંપત્તિ જમા કરો અને જીવનનો આનંદ માણો.

ઓછામાંઓછુ કેટલું સોનું જમા કરાવી શકાય ? આ યોજનાની ખાસ વાત એ છે કે પહેલા તમે તમારું સોનું લોકરમાં રાખતા હતા પરંતુ હવે તમારે લોકર લેવાની કારુર નથી. આ સોનું તમને નિશ્ચિત વ્યાજ પણ આપશે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે સોનાની લઘુત્તમ માત્રા 30 ગ્રામથી ઘટાડીને 10 ગ્રામ કરી છે.

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સોનું જમા કરવા માટે ત્રણ વિકલ્પો છે. શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ (STBD) નો કાર્યકાળ 1-3 વર્ષનો હોય છે. મધ્યમ અને લાંબા ગાળાની થાપણોનો કાર્યકાળ અનુક્રમે 5-7 વર્ષ અને 12-15 વર્ષ છે.

તમને કેટલું વ્યાજ મળશે? PNBના જણાવ્યા અનુસાર ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ એક વર્ષ માટે જમા પર વ્યાજ 0.50 ટકાથી 0.75 ટકા વાર્ષિક રહેશે. 1 વર્ષ અને 2 વર્ષ સુધીની થાપણો પર 2.50 ટકા વ્યાજ અને 2 વર્ષ અને 3 વર્ષ ?સુધીની થાપણો પર 2.25 ટકા વ્યાજ મળશે.

PNBએ કહ્યું કે આ યોજનામાં સોનું કાચા સોના તરીકે સ્વીકારવામાં આવે છે. એટલે કે સોનાના બાર, સિક્કા, ઘરેણાં (પત્થરો અને અન્ય ધાતુઓ સિવાય) સ્વીકારવામાં આવશે. તે જ સમયે, ગ્રાહકોએ અરજી ફોર્મ, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ઈન્વેન્ટરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ઉપાડનો નિયમ STBD: મુદ્દત પહેલા ઉપાડની મંજૂરી આપી શકાય છે. જો કે, ડિપોઝિટની અસરકારક તારીખથી એક વર્ષની સમાપ્તિ પહેલા ઉપાડના કિસ્સામાં કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. અન્ય તમામ કેસોમાં 0.15 ટકા પ્રીપેમેન્ટ પેનલ્ટી લાદવામાં આવશે. કોઈપણ વિવેકબુદ્ધિથી રૂપિયામાં અથવા સોનામાં પ્રિ પેમેન્ટ થશે.

MTGD: વ્યાજ પર દંડ સાથે 3 વર્ષ પછી કોઈપણ સમયે ઉપાડની મંજૂરી છે.

LTGD: વ્યાજ પર દંડ સાથે 5 વર્ષ પછી કોઈપણ સમયે ઉપાડની મંજૂરી છે.

કોણ સોનું જમા કરાવી શકે છે? ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ વ્યક્તિઓ, HUF, માલિકી અને ભાગીદારી પેઢીઓ, ટ્રસ્ટ, કંપનીઓ, સેબી (મ્યુચ્યુઅલ ફંડ) રેગ્યુલેશન્સ હેઠળ નોંધાયેલ મ્યુચ્યુઅલ ફંડ / એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સહિત ચેરિટેબલ સંસ્થાઓ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની માલિકીની કોઈપણ અન્ય સંસ્થા જેની સાથે તમે સોનું જમા કરાવી શકો છો.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સપ્ટેમ્બરમાં બીજીવાર ઇંધણ સસ્તું થયું, જાણો આજના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : 6 સપ્ટેમ્બરથી આવી રહી છે રોકાણ માટેની તક , 1000 કરોડ રૂપિયા માટે India Bulls Housing Finance નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવશે

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">