AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર ! PF ખાતામાં જમા થશે મોટી રકમ , જાણો બેલેન્સ તપાસવાની સરળ રીત

શ્રમ મંત્રાલયની મંજૂરી બાદ હવે EPFOના સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકાના દરે પૈસા મોકલવામાં આવશે. KYCમાં ગરબડીને કારણે નાણાકીય વર્ષ 2019-20માં ઘણા સબ્સ્ક્રાઇબર્સને લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટેના વ્યાજ દરને 8.5% પર યથાવત્ રાખ્યા હતા જે છેલ્લા 7 વર્ષનો સૌથી નીચો વ્યાજ દર છે.

EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર ! PF ખાતામાં જમા થશે મોટી રકમ , જાણો બેલેન્સ તપાસવાની સરળ રીત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:20 AM
Share

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સભ્યો માટે સારા સમાચાર છે. આ મહિને PF ખાતા(PF Account) માં વધુ પૈસા આવવાના છે. માનવામાં આવી રહ્યું છે કે EPFOના સભ્યો ટૂંક સમયમાં પીએફ પર વ્યાજ મેળવવાના છે. મોદી સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજને મંજૂરી આપી છે. અનુમાન છે કે PFનું 8.5% વ્યાજ જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જમા થઇ શકે છે.

7 વર્ષના નીચા સ્તરે વ્યાજ દર નોંધનીય છે કે શ્રમ મંત્રાલયની મંજૂરી બાદ હવે EPFOના સબસ્ક્રાઇબર્સના ખાતામાં 8.5 ટકાના દરે પૈસા મોકલવામાં આવશે. KYCમાં ગરબડીને કારણે નાણાકીય વર્ષ 2019-20માં ઘણા સબ્સ્ક્રાઇબર્સને લાંબી રાહ જોવી પડી હતી. EPFOએ નાણાકીય વર્ષ 2020-21 માટેના વ્યાજ દરને 8.5% પર યથાવત્ રાખ્યા હતા જે છેલ્લા 7 વર્ષનો સૌથી નીચો વ્યાજ દર છે.

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો 1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો. 2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે. 3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો 4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. 5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો 1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો. 2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો. 3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો 4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">