Pakistan માં લોકો પોતાની કેશ સોનામાં તબદીલ કરી રહ્યા છે, જાણો કેમ ?

|

Jan 21, 2023 | 8:10 AM

એક મીડિયા રિપોર્ટ મુજબ સોનાની માંગમાં વધારાને કારણે તાજેતરના મહિનાઓમાં સોનાની કિંમતમાં ભારે વધારો થયો છે. હાલ  સોનાની કિંમત 1 લાખ 65 હજાર રૂપિયા પ્રતિ તોલાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. સોનાના કારોબાર સાથે સંકળાયેલા લોકો સોનાના ભાવમાં વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.

Pakistan માં લોકો પોતાની કેશ સોનામાં તબદીલ કરી રહ્યા છે, જાણો કેમ ?
People in Pakistan want to keep gold instead of currency notes for financial security.

Follow us on

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થવા જઈ રહ્યો છે અને દેશ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ હદે ગંભીર બની ગઈ છે કે ઘઉંના લોટ માટે લાંબી કતારો લાગી રહી છે અને અનાજ માટે લોકો તકરાર ઉપર ઉતરી રહ્યા છે. હવે પાકિસ્તાનના લોકોને પણ એવું લાગવા લાગ્યું છે કે પાકિસ્તાન નાદાર થઈ શકે છે તેથી જ તેઓ સલામતી માટે ચલણી નોટના સ્થાને સોનુ પોતાની પાસે રાખવા માંગે છે. જબરદસ્ત ખરીદીના કારણે આ કિંમતી ધાતુની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે ત્યાં સોનાની ભારે માંગ હોવા છતાં જ્વેલર્સનો ધંધો ઠંડો છે. તેનું કારણ એ છે કે લોકો સોનાના ઘરેણા નથી બનાવી રહ્યા પણ સોનાના બિસ્કિટ ખરીદી રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ સોનાની માંગમાં વધારાને કારણે તાજેતરના મહિનાઓમાં સોનાની કિંમતમાં ભારે વધારો થયો છે. હાલ  સોનાની કિંમત 1 લાખ 65 હજાર રૂપિયા પ્રતિ તોલાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. સોનાના કારોબાર સાથે સંકળાયેલા લોકો સોનાના ભાવમાં વધુ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમના મતે સોનાની કિંમત પ્રતિ તોલા બે લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનામાં પાકિસ્તાનમાં સોનાની માંગમાં 30 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. માંગમાં હજુ કોઈ ઘટાડો થયો નથી.

સ્ટોક અને પ્રોપર્ટી માર્કેટમાં કડાકો

પાકિસ્તાનનું શેરબજાર છેલ્લા ઘણા મહિનાઓથી પટકાઈ રહ્યું  છે અને દેશમાં મોંઘવારીનો દર 25 ટકા સુધી પહોંચી ગયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. દેશમાં પ્રોપર્ટીની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. પાકિસ્તાની રૂપિયો ડોલર સામે દિનપ્રતિદિન નબળો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ પૈસાના સુરક્ષિત વિકલ્પ તરીકે કરી રહ્યા છે. 5 મહિના પહેલા 1 લાખ 35 હજાર રૂપિયા પ્રતિ તોલાના ભાવે વેચાતું સોનું 1 લાખ 65 હજાર રૂપિયા પર પહોંચી ગયું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

63 ટકા વધુ સોનાની આયાત થાય છે

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના એટલે કે જુલાઈથી ઓક્ટોબરના આંકડાઓ અનુસાર દેશમાં 157 કિલો સોનાની આયાત કરવામાં આવી હતી જે અગાઉના નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના કરતાં 63 ટકા વધુ છે. પાકિસ્તાનમાં આયાતી સોના ઉપરાંત સ્થાનિક ઘરેણાંને પીગળીને બિસ્કિટનો આકાર આપવામાં આવે છે. આ સોનું પાકિસ્તાની બજારમાં વધુ ઉપલબ્ધ છે.

 

Published On - 7:44 am, Sat, 21 January 23

Next Article