GOLD : હવે પ્રયોગશાળા નહિ પણ મોબાઈલની એક ક્લિક જણાવશે તમારું સોનુ અસલી છે કે નકલી, જાણો વિગતવાર

BIS CARE App : તમે આ એપનો ઉપયોગ કરીને કોઈપણ આઈટમ પર લખેલ લાઇસન્સ નંબર અથવા તેના પર ISI સિમ્બોલ પ્રિન્ટ કરેલી હોય તેની અધિકૃતતા જાણી શકો છો

GOLD : હવે પ્રયોગશાળા નહિ પણ મોબાઈલની એક ક્લિક જણાવશે તમારું સોનુ અસલી છે કે નકલી, જાણો વિગતવાર
a click of a mobile will tell your gold is real or fake(Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 8:39 AM

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ મોબાઈલથી તમે ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશો. સામાન લાયસન્સ છે કે નહીં, કયું ઉત્પાદન અસલી છે કે નકલી તેની માહિતી આ એપથી મેળવી શકાશે. સરકારે તાજેતરમાં જ જ્વેલરીનું હોલમાર્કિંગ શરૂ કર્યું છે. આ એપ દ્વારા તમે હોલમાર્ક જ્વેલરી વિશે માહિતી મેળવી શકશો. આ મોબાઈલ એપનું નામ BIS CARE App છે.

તમે આ એપનો ઉપયોગ કરીને કોઈપણ આઈટમ પર લખેલ લાઇસન્સ નંબર અથવા તેના પર ISI સિમ્બોલ પ્રિન્ટ કરેલી હોય તેની અધિકૃતતા જાણી શકો છો. માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ છે કે જેના પર ISI ચિહ્નિત છે પરંતુ તે વસ્તુ નકલી છે. આ સમસ્યાને દૂર કરવા માટે BIS CARE App પાસે ‘લાઇસન્સની વિગતોની ચકાસણી’ કરવાનો વિકલ્પ છે. આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે ISI નિશાન સાથે ઉત્પાદનની અધિકૃતતા જાણી શકશો. આ નિશાન ઉત્પાદનની અધિકૃતતા દર્શાવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હોલમાર્કિંગ વિશે માહિતી મળશે

સરકારે જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. જ્વેલરીનું હોલમાર્કિંગ હવે આવશ્યક છે જેથી ગ્રાહકો શુદ્ધ દાગીના ખરીદતી વખતે ઉત્પાદન વિશે વિશ્વાસ રાખે. BIS કેર એપમાં આ માટે એક ખાસ ફીચર છે. તમે ‘Verify HUID Number’ વિકલ્પ પર ક્લિક કરીને HUID એટલે કે હોલમાર્કિંગ આઈડી સાથે હોલમાર્કેડ જ્વેલરીની અધિકૃતતા ચકાસી શકો છો. આ એપની મદદથી તમે કોઈ કંપની કે તેની પ્રોડક્ટનું લાયસન્સ વેરીફાઈ કરી શકો છો. જો કોઈ જ્વેલરી શોપ સંચાલક BIS નું લાઇસન્સ હોવાનો દાવો કરે છે તો તમે આ એપ પરથી માહિતી મેળવી શકો છો કે તે દુકાન ખરેખર લાઇસન્સ ધરાવે છે કે નહીં.

લાઇસન્સ ચેક કરો

સરકારે કેટલાક ઉત્પાદનોને આવશ્યક પ્રમાણપત્રો તરીકે વર્ગીકૃત કર્યા છે. એટલે કે લાઇસન્સ વિના આવી પ્રોડક્ટ્સ વેચી શકાતી નથી. તમે BIS કેર એપ પરથી આવા ઉત્પાદનોની માહિતી મેળવી શકો છો. જો તમને કોઈ પ્રોડક્ટ અથવા તેની સાથે સંકળાયેલી કંપની વિશે ફરિયાદ હોય તો આ એપમાં ‘ફરિયાદ’ કરવાનો વિકલ્પ છે. તે વિકલ્પ પર ક્લિક કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. તમે ‘Know Your Standards’ ની મુલાકાત લઈને કોઈપણ ઉત્પાદનના પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ વિશે માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : જાણો તમારા શહેરમાં આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાનો ફટકો માર્યો, કારોબાર ફરી ઠપ્પ થવાનો ભય

g clip-path="url(#clip0_868_265)">