Gold Price Today : સોના -ચાંદીના ચળકાટમાં ઘટાડો થયો,જાણો આજે કેટલું સસ્તું થયું સોનું
Gold Price Today : ગયા સપ્તાહે સોના અને ચાંદી બંનેમાં રેન્જ બાઉન્ડ એક્શન જોવા મળી હતી. સકારાત્મક વલણને કારણે ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું 2009 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે $1976.90 પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો.
Gold Price Today :વિશ્વમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે સોનાના ભાવમાં મજબૂત એક્શન જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમત 60455 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હતી. હાલમાં ભાવમાં નરમાશ જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયાની મજબૂતાઈને કારણે કિંમતોમાં એક્શન જોવા મળી રહ્યું છે. MCX પર સોનાના ભાવમાં નરમાઈ 116 રૂપિયા સસ્તી થયા બાદ સોનું 59157 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. MCX ચાંદી પણ 112 રૂપિયા ઘટીને 70299 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.
|
|||
MCX GOLD : 59045.00 -228.00 (-0.38%) | |||
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |||
Ahmedavad | 61020 | ||
Rajkot | 61030 | ||
(Source : aaravbullion) | |||
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |||
Chennai | 60440 | ||
Mumbai | 59730 | ||
Delhi | 59880 | ||
Kolkata | 59730 | ||
(Source : goodreturns) | |||
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત
કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનું 1978 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ નજીવા ઘટાડા સાથે 23.30 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો છે.
સોનાના ભાવ અંગે અનુમાન
કોમોડિટી માર્કેટ એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. ડૉલરમાં નબળાઈના કારણે સોનાના ભાવને સપોર્ટ મળી રહ્યો છે. આમાં આગળ પણ નબળાઈ જોઈ શકાય છે. તેમણે વેપારીઓને એમસીએક્સ પર સોનું અને ચાંદી ખરીદવાની સલાહ આપી છે. સોના માટે રૂ.58300નો મજબૂત ટેકો છે જ્યારે રૂ.59800 અને રૂ.60400નો પ્રતિકાર છે.
સોનું કેમ વધ્યું?
ગયા સપ્તાહે બુલિયન માર્કેટ માટે ઘણા મહત્વપૂર્ણ ટ્રિગર્સ હતા. જેના કારણે કાર્યવાહી જોવા મળી હતી. આમાં FOMCએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ડૉલરના ભાવમાં નરમાઈ અને વૈશ્વિક બૅન્કિંગ સિસ્ટમની સ્થિતિ વધુ ખરાબ થઈ. વિશ્વવ્યાપી આર્થિક અસ્થિરતાને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહે સોના-ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો
ગયા સપ્તાહે સોના અને ચાંદી બંનેમાં રેન્જ બાઉન્ડ એક્શન જોવા મળી હતી. સકારાત્મક વલણને કારણે ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું 2009 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. જ્યારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તે $1976.90 પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો.