AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : આજે પણ સોનું સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 303 રૂપિયાના ઘટાડા સાથે 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

Gold Price Today : આજે પણ સોનું સસ્તું થયું, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Gold Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:21 AM
Share

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ  સોનાના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો થયો છે તો ચાંદીના ભાવમાં ચળકાટ દેખાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 49400  સાથે કારોબારની શરૂઆત થઇ હતી. આજે સવારે 10:10 વાગ્યે MCX પર 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 49,349રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. મંગળવારે ચાંદીના ભાવમાં 402 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 57,086 પર પહોંચી ગયો હતો. આજે ચાંદીમાં 57,002 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો.

એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD :   49349.00 47.00 (0.10%)   –  10 : 13 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 51125
Rajkot 51146
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 50620
Mumbai 50130
Delhi 50290
Kolkata 50130
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 43470
USA 42672
Australia 42724
China 42689
(Source : goldpriceindia)

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સુસ્ત થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. આજે સોનાના હાજર ભાવમાં 0.11 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.47 ટકાનો ઘટાડો થયો હતો. સોનાની હાજર કિંમત આજે વધીને $1,676.82 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની હાજર કિંમત પણ ઘટીને 19.54 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

સોમવારે હાજર ભાવમાં ઘટાડો થયો હતો

સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 303 રૂપિયાના ઘટાડા સાથે 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 49,874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો હાજર ભાવ રૂ. 197 ઘટીને રૂ. 57,090 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 57,287 પ્રતિ કિલોગ્રામ હતો. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપને જણાવ્યું હતું કે યુએસ એફઓએમસીની બેઠક પહેલા વ્યાજદરમાં આક્રમક વધારો થવાની આશંકા અને ડૉલરની મજબૂતીથી સોનામાં ઘટાડો થયો હતો.

સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી

તમે ઘરે બેઠા BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. જો સોનાનો લાઇસન્સ નંબર, હોલમાર્ક અથવા રજીસ્ટ્રેશન નંબર ખોટો હોય તો તમે સરકારને સીધી ફરિયાદ કરી શકો છો. ફરિયાદ નોંધાયા બાદ તમને આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની પણ માહિતી મળશે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">