Gold Price Today : 5 દિવસમાં 3500 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો 10 ગ્રામનો ભાવ
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
વૈશ્વિક બજાર(Global Market)માં સોનાના ભાવમાં થયેલા ઘટાડાને કારણે આજે મંગળવારે ભારતીય બજારમાં સોનું (Gold Price Today)અને ચાંદી (Silver Price Today)પણ સસ્તું થયું હતું. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનું રૂ.244 ઘટ્યું હતું. સોનાના ભાવમાં છેલ્લા પાંચ દિવસમાં રૂપિયા 3,500 નો ઘટાડો થયો છે. MCX પર સવારે 9.10 વાગ્યે, 10 ગ્રામ સોનાના ફ્યુચર રેટમાં રૂ. 244નો ઘટાડો થયો હતો અને તે રૂ. 52,080 ના સ્તરે દેખાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી પણ રૂ. 561 ઘટીને રૂ. 68,283 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ વૈશ્વિક બજારમાં વેચાણના આંકડાથી થાય છે.
વૈશ્વિક બજારમાં પણ પીળી ધાતુ નરમ પડી હતી
મંગળવારે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો થયો હતો. ચાંદી લગભગ 0.7 ડૉલર ઘટીને 25.11 ડૉલર પ્રતિ ઔંસ પર આવી. એ જ રીતે, સોનાની હાજર કિંમત પણ ઔંસ દીઠ 1,951.09 ડોલર પર પહોંચી ગઈ છે. ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં સોનું પણ 2,070 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયું હતું.
આ કારણોસર સોનું સસ્તું થઈ રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવવાની આશા વધી રહી હોવાથી વૈશ્વિક સ્તરે સોનું અને ચાંદી નબળા પડી રહ્યા છે. ક્રૂડના ભાવ પણ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે જેના કારણે વિશ્વભરના શેરબજારોમાં ઉછાળો આવ્યો અને રોકાણકારો સોનાને બદલે બજારમાં રોકાણ કરવા લાગ્યા છે. બીજી તરફ યુએસ ફેડ રિઝર્વ આજથી શરૂ થનારી તેની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ધારણા છે. આ કારણોસર સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51660.00 -644.00 (-1.23%) – 10:42 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53150 |
Rajkot | 53170 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52570 |
Mumbai | 51930 |
Delhi | 51930 |
Kolkata | 51930 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 49389 |
USA | 48334 |
Australia | 48263 |
China | 48318 |
(Source : goldpriceindia) |