AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : આજે સોનાની ખરીદી કરવી કે પ્રોફિટ બુકીંગ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય

Gold Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત ઘટીને $1990 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે ચાંદી પણ 25.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેંક FEDના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે.

Gold Price Today : આજે સોનાની ખરીદી કરવી કે પ્રોફિટ બુકીંગ? જાણો નિષ્ણાંતનો અભિપ્રાય
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 11:22 AM
Share

Gold Price Today :  યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા સોના અને ચાંદીના ભાવમાં એક્શન જોવા મળી રહ્યું છે. સવારે બજાર ખુલ્યું ત્યારે MCX પર સોનું મામૂલી નબળાઈ સાથે 59750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું બીજી તરફ તેજી સાથે ઉપલા સ્તરે સોનુ 59800  સુધી ઉછળ્યું હતું. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદી 150 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. તેની કિંમત 74085 રૂપિયા પ્રતિ કિલોના દરે બિઝનેસ કરી રહી છે. બીજી તરફ મુંબઈના જવેલર્સે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ  જ્વેલર્સે એક  વીંટી બનાવી છે જેમાં મોટી સંખ્યામાં હીરા જડવામાં આવ્યા છે. આ કારણે તેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત ઘટીને $1990 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે ચાંદી પણ 25.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. રોકાણકારો યુએસ સેન્ટ્રલ બેંક FEDના નિર્ણયોની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે યુએસ FEDની બેઠક 2 મેથી શરૂ થઈ છે. વ્યાજદર અંગેનો નિર્ણય 3 મેના રોજ આવશે. મોટાભાગના નિષ્ણાતો માને છે કે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો : સોનું નહીં ચાંદી તમારી ચમક વધારશે, 1 વર્ષમાં 1 લાખને પાર પહોંચવાનો અંદાજ, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

સોના અને ચાંદી પર આઉટલુક

સ્થાનિક વાયદા બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વેચવાલી જોવા મળી શકે છે. કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાએ જણાવ્યું કે MCX પર સોનું 59400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ સુધી લપસી શકે છે. તેમણે કહ્યું કે રોકાણકારોને રૂ. 60,200નો સ્ટોપ લોસ છે. MCX પર ચાંદી પણ લપસી શકે છે. તેના માટે લક્ષ્ય રૂ. 74500 છે જ્યારે સ્ટોપ લોસ રૂ. 76800 છે.

ભારતની એક વીંટીએ વિશ્વ વિક્રમ બનાવ્યો

મુંબઈના જવેલર્સે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.આ  જ્વેલર્સે એક  વીંટી બનાવી છે જેમાં મોટી સંખ્યામાં હીરા જડવામાં આવ્યા છે. આ કારણે તેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. આ વીંટી માર્ચમાં તૈયાર કરવામાં આવી હતી જેમાં 50 હજારથી વધુ હીરા વીટીની શોભા વધારી રહ્યાછે.આ સોનાની વીંટીનું વજન 460.55 ગ્રામ છે અને તેના હીરાનું વજન 130.19 કેરેટ છે. આ રીંગની કિંમત 6.42 કરોડ રૂપિયાથી વધુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">