Gold Demand : સોનુ સસ્તું થતા ભારતીયોએ જબરદસ્ત ખરીદી કરી, માંગમાં 37% નો વધારો આવ્યો

કોરોના(Corona) મહામારી દરમ્યાન ભારતીયો સોના(Gold)ની ભારે ખરીદી કરી રહ્યા છે. આ જ કારણ છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 37% વધી 140 ટન થઈ છે.

Gold Demand : સોનુ સસ્તું થતા ભારતીયોએ જબરદસ્ત ખરીદી કરી, માંગમાં 37% નો વધારો આવ્યો
File Photo
Follow Us:
| Updated on: Apr 30, 2021 | 10:16 AM

કોરોના(Corona) મહામારી દરમ્યાન ભારતીયો સોના(Gold)ની ભારે ખરીદી કરી રહ્યા છે. આ જ કારણ છે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે 37% વધી 140 ટન થઈ છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં સોનાની કુલ માંગ 102 હતી.

ભારતમાં સોનાની માંગ ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં જાન્યુઆરીથી માર્ચ 2021 ના ​​ત્રિમાસિક ગાળામાં 37 ટકા વધીને 140 ટન થઈ છે. આ સમયગાળા દરમિયાન કોવિડ -19 સંબંધિત પ્રતિબંધોમાં રાહત, સોનાના ભાવમાં નરમાશ અને માંગ વધવાને કારણે તેજી જોવા મળી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC ) એ આ માહિતી જારી કરી છે.

WGC ના ડેટા અનુસાર 2020 ના પહેલા ક્વાર્ટરમાં સોનાની કુલ માંગ 102 ટન હતી. મૂલ્યની દ્રષ્ટિએ પ્રથમ ક્વાર્ટરમાં સોનાની માંગ 57 ટકા વધીને રૂ. 58,800 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ 37,580 કરોડ હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જાન્યુઆરી-માર્ચ 2020 દરમિયાન સોનાના ઝવેરાતની કુલ માંગ 39 ટકા વધીને 102.5 ટન થઈ છે. એક વર્ષ પહેલાં તે 73.9 ટન હતું. જો આપણે કિંમતની વાત કરીએ તો ઝવેરાતની માંગ 58 ટકા વધીને રૂ. 43,100 કરોડ થઈ છે, જે ગયા વર્ષના 27,230 કરોડ રૂપિયા હતી.

આ સમયગાળા દરમિયાન સોનામાં રોકાણની માંગ 34 ટકા વધીને 37.5 ટન થઈ છે, જે અગાઉના વર્ષના 28.1 ટન હતી. બીજી તરફ મૂલ્યની દ્રષ્ટિએ તે એક વર્ષ અગાઉની સરખામણીએ 53 ટકા વધીને 15,780 કરોડ રૂપિયા થઈ ગયું છે જે ગયા વર્ષે 10,350 કરોડ રૂપિયા હતું.

9000 રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો થયો ઓગસ્ટ 2020 માં કોરોનાના પ્રથમ તબક્કામાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ 56000 ની સપાટીએ પહોંચ્યાં હતા. જો કે આ પછી કિંમતોમાં ઘટાડો થયો છે અને સોનું 47000 થી 48000 રૂપિયાની વચ્ચે પહોંચી ગયું છે. આ રીતે ગયા વર્ષે ઓગસ્ટથી સોનું લગભગ 9000 રૂપિયા સસ્તુ થયું છે. જોકે એપ્રિલમાં સોનામાં આશરે 4000 રૂપિયા જેટલો વધારો થયો છે.

રસીકરણ બાદ ખરીદીમાં વધારો થયો સંક્રમણ વચ્ચે સોનાની ખરીદી અંગે ગ્રાહકોની સમજમાં ભારતમાં રસીકરણએ સુધારો દર્શાવ્યો હતો. સોનાના ભાવમાં નરમાશ, આર્થિક પ્રવૃત્તિમાં ઉછાળો અને લગ્ન સમારોહને કારણે સોનાની માંગમાં વધારો થયો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">