Gold : 1 વર્ષની નીચી સપાટીએ પહોચેલું સોનું ફરી મોંઘુ થઈ શકે છે!

|

Mar 15, 2021 | 7:45 AM

સોનાના ભાવ (Gold Rate) હાલ ચર્ચામાં છે. યુએસ બોન્ડ યિલ્ડ (US Bond Yield) માં આવેલા વધારા અને ડોલર ઈન્ડેક્સ (Dollar Index) માં ઉછાળાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે.

Gold : 1 વર્ષની નીચી સપાટીએ પહોચેલું સોનું ફરી મોંઘુ થઈ શકે છે!
Symbolic Image

Follow us on

સોનાના ભાવ (Gold Rate) હાલ ચર્ચામાં છે. યુએસ બોન્ડ યિલ્ડ (US Bond Yield) માં આવેલા વધારા અને ડોલર ઈન્ડેક્સ (Dollar Index) માં ઉછાળાને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ છે. ડોલર ઈન્ડેક્સ ગત અઠવાડિયે 91.66 ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે 10 વર્ષીય યુએસ બોન્ડ યિલ્ડ 1.62 પર બંધ રહ્યો હતો. સ્થાનિક બજારમાં સોનું 44 હજારના સ્તરે પહોંચ્યું છે. સોનું એક વર્ષના તળિયે બંધ રહ્યું છે. સપ્તાહના અંતિમ દિવસે સોનું 44785 ના સ્તર પર બંધ થયું હતું, પરંતુ વેપાર દરમિયાન તે 44271 ના સ્તરને સ્પર્શ્યું હતું. એક વર્ષનું લઘુતમ સ્તર 44150 રૂપિયા છે.

હાલ સોનું ઓગસ્ટની 56200 ની ઓલ ટાઈમ હાઈ કિંમતથી આશરે રૂ. 12000 નીચે છે અને આ વર્ષે અત્યાર સુધીમાં આશરે રૂ.6000 સસ્તું થયું છે. MCX પર, એપ્રિલ ડિલિવરી માટેનું સોનું આ અઠવાડિયામાં રૂ. 94 ઘટીને રૂ. 44785 પર બંધ થયું હતું. જૂન ડિલિવરી માટે સોનું રૂ. 45124 અને ઓગસ્ટ ડિલિવરી 44985 પર બંધ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું આ અઠવાડિયે 1725 ડોલરની સપાટીએ બંધ છે. રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર હવે ભાવમાં ઘટાડો થવાને કારણે માંગ વધી રહી છે. વધતીથી માંગને કારણે ભાવમાં વધારો થવાની સંભાવના છે.

ડીલરો ગ્રાહકો પાસેથી પ્રીમિયમ લે છે
લગ્ન અને તહેવારોની મોસમ પણ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં, નાના શહેરોમાં માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. PN Gadgil and Sons ના સીઓઓ અમિત મોડક દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ડીલર્સ હાલમાં ગ્રાહકો પાસેથી પ્રીમિયમ લે છે. ડીલર્સ હાલમાં ઘરેલુ ભાવો પર ઔંસ દીઠ 6 ડોલરનું પ્રીમિયમ, 12.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી અને 3 ટકા સેલ્સ ટેક્સ વસૂલતા હોય છે. અગાઉ પ્રીમિયમ ચાર્જ 5 ટકા હતો. 1 ઔંસમાં 28.34 ગ્રામ હોય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચાંદીના ભાવ 12000 સુધી તૂટયા
ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ દબાણ છે. MCX પર મે ડિલિવરીમાં ચાંદી સપ્તાહના અંતિમ દિવસે રૂ. 650 ઘટી રૂ. 66895 પર બંધ રહી હતો. જુલાઈ ડિલિવરી માટે ચાંદી 67,880 રૂપિયા પર બંધ થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 26.01 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ છે. ઓગસ્ટ 2020 માં ચાંદી 78 હજારની સપાટીએ પહોંચી ગઈ હતી. આ જોતા લગભગ 12 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.

Next Article