AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે 5 જૂન 2024ના રોજ સોના-ચાંદીના ભાવ : સોનું થયું આટલું મોંઘું પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરના ભાવ

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે 4 જૂનને સોમવારની સરખામણીએ આજે 5 જૂનને મંગળવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જાણો અમદાવાદ સહિત દેશના મેટ્રો શહેરમાં આજે સોનાનો શો રહ્યો ભાવ.

આજે 5 જૂન 2024ના રોજ સોના-ચાંદીના ભાવ : સોનું થયું આટલું મોંઘું પણ ચાંદીના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરના ભાવ
Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2024 | 1:28 PM
Share

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે ગઈકાલ 4 જૂનને સોમવારની તુલનામાં સોનાના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ આજે 191 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

લોકસભાની ચૂંટણી પરિણામોના દિવસે, એટલે કે 4 જૂનને સોમવારની સરખામણીએ આજે 5 જૂનને મંગળવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થવા પામ્યો છે. સોનાના ભાવમાં આજે 191 રૂપિયાનો વધારો નોંધાયો હતો. 71969 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે, ચાંદીની કિંમત 1380 રૂપિયા ઘટીને 88837 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અહીં તમે તમારા શહેરમાં સોના અને ચાંદીના નવા દરો ચકાસી શકો છો.

શહેરનું નામ 22 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં) 24 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં) 18 કેરેટ સોનાની કિંમત (રૂપિયામાં)
અમદાવાદ 66860 72930 54710
મુંબઈ 66810 72880 54660
જયપુર 66960 73030 54790
દિલ્હી 66960 73030 54790
કોલકાતા 66810 72880 54660
ચેન્નાઈ 67460 73590 55260

તમે બજારમાંથી જે સોનું ખરીદો છો તેની શુદ્ધતા તેના કેરેટ પરથી નક્કી થાય છે. સામાન્ય રીતે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી, મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. ચાલો જાણીએ કે કયા કેરેટનું સોનું કેટલું શુદ્ધ છે.

જાણો તમારું સોનું કેટલું શુદ્ધ છે ? કેટલા કેરેટ હોય તો કેટલુ શુદ્ધ હોઈ શકે છે સોનુ ?

  • 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે.
  • 23 કેરેટ સોનું 95.8 ટકા જેટલુ શુદ્ધ હોય છે.
  • 22 કેરેટ સોનું 91.6 ટકા શુદ્ધ કહેવાય છે.
  • 21 કેરેટ સોનું 87.5 ટકા જેટલુ શુદ્ધ હોય છે.
  • 18 કેરેટ સોનું 75 ટકા જેટલુ શુદ્ધ કહેવાય છે.
  • 17 કેરેટ સોનું 70.8 ટકા શુદ્ધ છે.
  • 14 કેરેટ સોનું 58.5 ટકા જેટલુ શુદ્ધ હોય છે.

g clip-path="url(#clip0_868_265)">