Gold Price Today : શું તમે જાણો છો અમદાવાદ કરતા દુબઈમાં 5200 રૂપિયા સસ્તું સોનું મળી રહ્યું છે, જાણો આજનો તમારા શહેરનો ભાવ
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે.
આજે મંગળવારે સોનાના ભાવ(Gold Price Today)માં ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવ(Silver Price Today)માં નજીવો વધારો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 48 રૂપિયા સસ્તું ખુલ્યું છે. આ ઘટાડા સાથે આજે સવારે સોનું રૂ.51485.00 પર ટ્રેડ થયુ હતું. જો કે આજે ચાંદીના ભાવમાં સહેજ વધારો થયો છે. આજે ચાંદીના ભાવમાં રૂ.5નો નજીવો વધારો નોંધાયો હતો. ચાંદી 66300.00 પર કારોબાર કરી રહી છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 48189 રૂપિયા પર કારોબાર કરતું જોવા મળ્યું હતું. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત 52570 રૂપિયા પર ખુલી છે. આ સિવાય 20 કેરેટ સોનાની સરેરાશ કિંમત 43808 રૂપિયા હતી. 18 કેરેટનો ભાવ 39428 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 30666 રૂપિયા પર પહોંચી ગયો છે. બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદી ઘટીને 67980 રૂપિયા પર કારોબાર કરતી જોવા મળી હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51545.00 +12.00 (0.02%) – 11:20 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53133 |
Rajkot | 53153 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52540 |
Mumbai | 52140 |
Delhi | 52140 |
Kolkata | 52140 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47867 |
USA | 46769 |
Australia | 47230 |
China | 46853 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.