Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત યુએસ ડૉલરના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સપ્તાહના અંતમાં ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા પણ રોકાણકારો એલર્ટ છે. સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને 1,781.78 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ
Gold Investment Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 10:07 AM

Gold Price Today : સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત યુએસ ડૉલરના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

આ સપ્તાહના અંતમાં ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક પહેલા પણ રોકાણકારો એલર્ટ છે. સ્પોટ સોનું 0.1 ટકા ઘટીને 1,781.78 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. યુએસ ડૉલર ઇન્ડેક્સ વધીને 94.192 થયો છે જે અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું ઓછું આકર્ષક બનાવે છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર ફ્યુચરમા સોનાની કિંમત 0.1 ટકા વધીને 47,615.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાની કિંમતમાં 0.75 ટકાનો ઘટાડો થયો હતો. ધનતેરસ પહેલા, ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 0.16 ટકાનો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47691.00 +56.00 (0.12%) –  10:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49296 RAJKOT 999                   49315 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 49110 MUMBAI                  47740 DELHI                      51100 KOLKATA                49850 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48770 HYDRABAD          48770 PUNE                      49320 JAYPUR                 49250 PATNA                  49320 NAGPUR               47740 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               44355 AMERICA        42981 AUSTRALIA     42950 CHINA              42955 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ઇંધણના સતત વધતા ભાવ આમ આદમીની કમર તોડી રહ્યા છે, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">