Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક

હાલ સોનાની કિંમત તેના ઓલટાઈમ હાઈથી 11,000 રૂપિયાથી વધુ ઘટી છે. હકીકતમાં ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 45,000 રૂપિયાની આસપાસ છે.

Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:22 AM

Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે એક સારા સમાચાર છે. સોનાના દામ ઘણા નીચે આવી ગયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં સોનાની કિંમત 45,955.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચલી સપાટીએ દેખાયો હતો . MCX પર છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં સોનાના વાયદામાં લગભગ 1.3 ટકાનો ઘટાડો થયો છે બીજી તરફ આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

આજે બુધવારે સોનાના ભાવમાં નજીવો વધારો થયો હતો. MCX પર આજે સવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનું 0.13 ટકાના નજીવા વધારા સાથે સપાટ કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 176 રૂપિયા ઘટીને 45,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધીને 1,735 ડોલર પ્રતિ ઔંસ થયું હતું

સોનું 11 હજાર રૂપિયા સસ્તું હાલ સોનાની કિંમત તેના ઓલટાઈમ હાઈથી 11,000 રૂપિયાથી વધુ ઘટી છે. હકીકતમાં ગયા વર્ષે ઓગસ્ટમાં સોનું રૂ 56,200 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. હાલમાં બુલિયન માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ 45,000 રૂપિયાની આસપાસ છે. આ સ્થિતિમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે. નિષ્ણાતોના મતે સોનામાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે વર્ષના અંત સુધીમાં સારું વળતર મેળવી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD        46011.00  +49.00 (0.11%)  –  11:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         47810 RAJKOT 999                   47820 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 47690 MUMBAI                  46280 DELHI                      49600 KOLKATA                47700 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47300 HYDRABAD          47300 PUNE                      47700 JAYPUR                 47500 PATNA                    47700 NAGPUR                46280 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42462 AMERICA          41482 AUSTRALIA     41475 CHINA               41482 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા ? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે

આ પણ વાંચો :  Share Market : મુજબૂત શરૂઆત છતાં બજાર લાલ નિશાન નીચે સરક્યું, કરો નજર આજના Gainer અને Loser Stocks ઉપર

g clip-path="url(#clip0_868_265)">