Gold Price Today : સોનું થયું વધુ મોંઘુ, ચાંદીમાં નોંધાયો રૂ 500નો ઘટાડો – જાણો શું છે નવા ભાવ ?

Gold Silver Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 1,803 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદીનો ભાવ 22.55 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

Gold Price Today : સોનું થયું વધુ મોંઘુ, ચાંદીમાં નોંધાયો રૂ 500નો ઘટાડો - જાણો શું છે નવા ભાવ ?
Gold marginally higher; silver tumbles Rs 500
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:12 PM

સપ્તાહના ચોથા દિવસે રાજધાની દિલ્હિમાં સોનાની કિંમત (Gold Silver Price Today) માં ફેરફાર નોંધાયા છે. ગુરૂવારે દિલ્હિમાં સોનાના ભાવમાં (Gold Price Today) 37 પ્રતિ 10 ગ્રામ વધી ગયા છે. જ્યારે ચાંદિની કિંમત (Silver Price Today) માં 536 પ્રતિકિલોનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તર પર ન્યુયોર્કમાં ચાંદીના ભાવમાં 0.69 નો ઘટાડા સાથે ચાંદી 22.55 ડોલર રહી ગયુ છે. HDFC સિક્યોરિટીઝ મુજબ રૂપિયામાં ઘટાડાથી સોનાને સપોર્ટ મળ્યો છે. જ્યારે ઇન્ડસ્ટ્રિયલ માંગમાં ઘટાડાને કારણે ચાંદીની ચમક ફિકી પડી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 1,803 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદીનો ભાવ 22.55 ડોલર પ્રતિ ઔંસ હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) એ તેના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ 2021’ના રિપોર્ટમાં જણાવ્યું છે કે સોનાની માંગ 2020 માં 446.4 ટન હતી જે 2021માં વધીને 78.6 ટકા વધીને 797.3 ટન થઈ છે. (Gold Silver Price on 3 February 2022)

ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 37 રૂપિયા વધીને 47,902 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. રૂપિયામાં નબળાઈને કારણે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે. અગાઉના સત્રમાં કિંમતી ધાતુની કિંમત 47,865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બીજી તરફ આજે ચાંદીનો ભાવ રૂ.536 ઘટીને રૂ.61,102 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. અગાઉના સત્રમાં ચાંદી રૂ. 61,638 પ્રતિ કિલોગ્રામ પર બંધ હતી.

દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ

Goodsreturn અનુસાર, દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત ચેન્નાઈ રૂ. 49,490, મુંબઈ રૂ. 49,650, કોલકાતા રૂ. 49,200, હૈદરાબાદ રૂ 49,200, હૈદરાબાદ રૂ 49,200, પુણે રૂ 49,050, અમદાવાદ રૂ. 49,100, જયપુર રૂ. 48,900, પટના 49,050 રૂ. પ્રતિ 10 ગ્રામ રહી

જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ચેન્નાઈમાં 45,360 રૂપિયા, મુંબઈમાં 45,500 રૂપિયા, કોલકાતામાં 45,100 રૂપિયા, બેંગલોરમાં 45,100 રૂપિયા, હૈદરાબાદમાં 45,100 રૂપિયા, પુણેમાં રૂપિયા 45,050, અમદાવાદમાં રૂપિયા 45,000, જયપુરમાં 40,050,પટનામાં રૂ. 40,050 પ્રતિ 10 ગ્રામ હતો.

સોનાની માંગમાં ઉછાળા જોવા મળ્યો

2021માં જ્વેલરીની માંગ 93 ટકાના ઉછાળા સાથે 611 ટન રહી હતી. 2020માં આ માંગ 316 ટન હતી. કોવિડ-19 સમયગાળાના અવરોધો બાદ માંગમાં વધારો થતાં ભારતમાં સોનાનો વપરાશ 2021માં વધીને 797.3 ટન થયો હતો અને આ વર્ષે પણ અપટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે. આ માંગ ત્રીજા ક્વાર્ટરમાં દર્શાવવામાં આવેલા અમારા અંદાજાઓને પાછળ છોડી અત્યાર સુધીનું શ્રેષ્ઠ ક્વાર્ટર બન્યું હતું.

ડબલ્યુજીસી અનુસાર, સોનાના આભૂષણોની માંગ 2021માં પાછલા વર્ષ કરતાં બમણી થઈ હતી અને કોરોના મહામારી પહેલાના સ્તરથી આગલ વધીને છ વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે.ચોથા ક્વાર્ટરમાં 265 ટનની રેકોર્ડ ડિમાન્ડ રહી હતી. દેશમાં સોનાનું કુલ રિસાયક્લિંગ 21 ટકા ઘટીને 75.2 ટન થયું છે. ભારતમાં સોનાની કુલ આયાત 165 ટકા વધીને 924.6 ટન થઈ છે.

આ પણ વાંચો :Digital University: ડિજિટલ યુનિવર્સિટી શું છે, તે કેવી રીતે કાર્ય કરશે અને તે ડિસ્ટન્સ લર્નિંગથી કેવી રીતે અલગ હશે?

આ પણ વાંચો : Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 25 ફેબ્રુઆરી સુધી ટાળી

g clip-path="url(#clip0_868_265)">