AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOLD : રૂપિયો મજબૂત થતાં સોનું ગગડયું જોકે ચાંદીનો ચળકાટ યથાવત

BUDGET 2021 બાદ સોના(GOLD)ના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં રૂ.163 નો ઘટાડો થયો છે.

GOLD : રૂપિયો મજબૂત થતાં સોનું ગગડયું જોકે ચાંદીનો ચળકાટ યથાવત
ફાઈલ ફોટો
Ankit Modi
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:34 AM
Share

BUDGET 2021 બાદ સોના(GOLD)ના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગઈકાલે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં રૂ.163 નો ઘટાડો થયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે રૂપિયામાં તેજી આવવાના કારણે સોનાના ભાવ પર દબાણ વધી રહ્યું છે. રૂપિયો 3 પૈસાના મજબૂતીથી 72.93 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ રહ્યો છે. ચાંદીમાં ચળકાટ જોકે  હજુ યથાવત છે. ચાંદીના ભાવ રૂ.67,483 નોંધાયા હતા જે ગઈકાલના વેપારના  ભાવ કરતા વધુ છે.

બુલિયન માર્કેટમાં કિંમતમાં ઘટાડો થઈ શકે તેમ છતાં સોનાની ડિલિવરીમાં તેજી જોવા મળી રહી છે. 5 એપ્રિલએ, ડિલિવરી સોનું રાતે 11.30 વાગ્યે 535 રૂપિયાના વધારા સાથે પ્રતિ દસ ગ્રામ 47250 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો અને જૂન ડિલિવરી માટેનું સોનું 470 રૂપિયાના વધારા સાથે રૂ.47312 પ્રતિ દસ ગ્રામ નોંધાયું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલ ડિલિવરી માટેનું સોનું 6.45 ડોલર (+ 0.36%) ની મજબૂતી સાથે પ્રતિ ઔંસ 1,797.65 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. આ સમયે ચાંદીમાં પણ તેજી દેખાઈ છે. ચાંદી 0.47 ડોલર(+ 1.80%) ની વૃદ્ધિ સાથે ઔંસ દીઠ 26.70 ડોલર પર ટ્રેડ કરી રહી છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ibjarates.com) ની વેબસાઇટ અનુસાર સોના અને ચાંદીના પ્રતિ 10 ગ્રામ રૂપિયામાં હાજર ભાવ નીચે મુજબ રહ્યા હતા.

METAL 5 FEB 4 FEB CHANGES
Gold 999        (24 CARAT) 47237 47452 -215
Gold 995        (23 CARAT) 47048 47262 -214
Gold 916        (22 CARAT) 43269 43466 -197
Gold 750        (18 CARAT) 35428 35589 -161
Gold 585        ( 14 CARAT) 27634 27759 -125
Silver 999 67423 Rs/Kg 67015 Rs/kg 408 Rs/Kg

g clip-path="url(#clip0_868_265)">