AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Go Fashion IPO Allotment : આ બે રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?

જે રોકાણકારોને શેર મળ્યા નથી તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. 26 નવેમ્બરથી જે રોકાણકારોએ આ IPOમાં રોકાણ કર્યું છે, જેમને શેર મળ્યા નથી તેઓને રિફંડ આપવાનું શરૂ થશે.

Go Fashion IPO Allotment : આ બે રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?
Medicare Ltd IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 9:45 AM
Share

જો તમે પણ ગો ફેશન આઈપીઓ(Go Fashion IPO) માટે રોકાણ કર્યું છે તો તમારા માટે સારા સમાચાર છે. આજે તમે તમારા શેરની સ્થિતિ ચકાસી શકો છો કે તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે તમને શેર મળ્યા છે. રોકાણકારો BSE અથવા રજિસ્ટ્રારની વેબસાઈટ દ્વારા શેરની ફાળવણી ચકાસી શકે છે.

ગો ફેશન એ વિમેન્સ બોટમ વેર બ્રાન્ડ ગો કલર્સની ઓપરેટર છે. 17 અને 22 નવેમ્બરની વચ્ચે ખુલેલ ગો ફેશનનો IPO 135.46 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

SE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે. લિંક: https://kosmic.kfintech.com/ipostatus/
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  •  કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ રીતે રિફંડ મળશે તમને જણાવી દઈએ કે જે રોકાણકારોને શેર મળ્યા નથી તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. 26 નવેમ્બરથી જે રોકાણકારોએ આ IPOમાં રોકાણ કર્યું છે, જેમને શેર મળ્યા નથી તેઓને રિફંડ આપવાનું શરૂ થશે. આ રિફંડના નાણા તે જ ખાતામાં આવશે જેના દ્વારા તમે રોકાણ કર્યું છે. બીજી તરફ જે રોકાણકારોને શેર ફાળવવામાં આવશે તેમના ડીમેટ ખાતામાં શેર 29 નવેમ્બરે જમા થશે.

ચાલુ વર્ષે 49 કંપનીઓએ 1.01 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા આ વર્ષ IPOની દ્રષ્ટિએ ઘણી રીતે યાદગાર બની રહ્યું છે. આ વર્ષે પ્રાઇમરી માર્કેટમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને તૂટી રહ્યા છે. શેરબજારના ડેટાના વિશ્લેષણ મુજબ આ વર્ષ 2021માં અત્યાર સુધીમાં 49 કંપનીઓએ IPO દ્વારા 1.01 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

સંપૂર્ણ વર્ષ 2020ની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીના IPO માર્કેટનું પ્રદર્શન સારું રહ્યું છે. છેલ્લા સંપૂર્ણ વર્ષમાં 15 કંપનીઓએ IPOમાંથી માત્ર રૂ. 26,611 કરોડ એકત્ર કર્યા હતા.

આ મહિનાની શરૂઆતમાં વિવિધ ક્ષેત્રોની આઠ કંપનીઓના IPO સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આમાં Paytm ની પેરન્ટ કંપની One97 Communications, Sapphire Foods India Ltd જે રેસ્ટોરન્ટ્સ ચેઇન ચલાવે છે, લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ, FSN ઈ-કોમર્સ વેન્ચર્સ કે જે Nykaa ની પેરેન્ટ કંપની છે, PB Fintech, પોલિસીબઝાર, ફીનો પેમેન્ટ્સ બેંક, SJS એન્ટરપ્રાઇઝ અને સિગાચી ઇન્ડસ્ટ્રીઝ નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market : મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારની ફ્લેટ શરૂઆત, પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">