વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકાના સ્ટોક એક્સચેન્જ વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે જયારે એશિયાના મોટાભાગના બજાર આજે સારી સ્થિતિમાં કારોબાર કરી રહયા છે.DOW JONES 60 અંક વધીને બંધ થયો છે જયારે SGX NIFTY ૦.૧૩ ટકા વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે.
અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 60 અંક એટલે કે 0.19 ટકાની મજબૂતીની સાથે 31,068.69 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 36 અંક સાથે 0.28 ટકાના વધારો દર્જ કરી 13,072.43 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 1.58 અંકની મામૂલી મજબૂતીની સાથે 3,801.19 ના સ્તર પર બંધ થયા છે.
એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 161.61 અંકની મજબૂતીની સાથે 28,325.95 ના સ્તર પર કારોબાર થઇ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 18.50 અંક સાથે 0.13 ટકા વધારો દર્જ કર્યો છે. ઇન્ડેક્સ 14,619 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.32 ટકાનો વધારો જ્યારે હેંગ સેંગ 0.03 ટકાના નજીવા ઉછાળાની કારોબાર થઇ રહ્યો છે.
કોરિયાઈ બજાર કોસ્પી 0.20 ટકાના વધારાની સાથે 3,132.16 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 203.11 અંક સાથે 1.31 ટકા મજબૂતી દર્જ કરી 15,703.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.31% ઘટાડાની સાથે 3,597.04 ના સ્તર પર છે.