TCSની 4 લાખ કર્મચારીઓને ભેટ, કારોના સમયગાળામાં બીજી વખત પગારમાં વધારો કર્યો

|

Mar 20, 2021 | 7:20 AM

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્ક્રીમેન્ટની જાહેરાત કરનારી પ્રથમ પ્રમુખ આઇટી સર્વિસિસ કંપની બની છે.

TCSની 4 લાખ કર્મચારીઓને ભેટ, કારોના સમયગાળામાં બીજી વખત પગારમાં વધારો કર્યો
Tata Consultancy Service

Follow us on

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્ક્રીમેન્ટની જાહેરાત કરનારી પ્રથમ પ્રમુખ આઇટી સર્વિસિસ કંપની બની છે. ટીસીએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેતન વધારા એપ્રિલ 2021 થી અમલમાં આવશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, “અમે પુષ્ટિ કરી શકીએ કે અમે, અમારા સહયોગીઓ સાથે, એપ્રિલ 2021 દરમિયાન તમામ કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાના માર્ગ પર છીએ.”

ટીસીએસના પ્રવક્તાએ કહ્યું, “આ પગલું અમારા કર્મચારીઓ પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.” આ બીજો ઇન્ક્રીમેન્ટ હશે જેને કંપની 6 મહિનાની અંદર અમલમાં મૂકશે. ગત વર્ષે માર્ચમાં COVID -19 રોગચાળો ફાટી નીકળતાં વેતન વધારામાં વિલંબ થયો હતો. નાણાકીય વર્ષ 2022 ના વધારા સાથે ટીસીએસ કર્મચારીઓને સરેરાશ પગારમાં આશરે 12-14 ટકાનો વધારો થશે અને આ કંપનીના ધારાધોરણો અનુસાર થશે, તેમ કંપનીના સૂત્રોએ જણાવ્યું છે.

કર્મચારીઓને one-time bonus ની ભેટ અપાઈ
વેતન વૃદ્ધિ સાથે ટીસીએસ નિયમિત પ્રોમોશન સાઇકલ મુજબ બઢતી આપવાનું ચાલુ રાખશે. કંપનીના પીઅર એક્સેન્ચરે કર્મચારીઓને એક સમયના બોનસની(one-time bonus) જાહેરાત કરી હતી, જે 18 માર્ચે તેમના એક અઠવાડિયાના બેઝ પગારની બરાબર હશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બીજી તરફ, કોગ્નિઝન્ટ ભારતના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ નામ્બિયારે એક નિવેદનમાં જણાવ્યું છે કે કામગીરીના આધારે યુએસ સ્થિત આઇટી જાયન્ટ કોગ્નિઝન્ટે વૈશ્વિક સ્તરે 24,000 કર્મચારીઓનેબઢતી આપી છે અને કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. ઓક્ટોબર 2020 અને જાન્યુઆરી 2021 ની વચ્ચે ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેકએ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.

ટીસીએસ એ વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન આઇટી બ્રાન્ડ
બ્રાન્ડ ફાઇનાન્સના એક રિપોર્ટ અનુસાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન આઈટી બ્રાન્ડ છે. આ સંદર્ભમાં એક્સેન્ચર અને આઇબીએમ ટીસીએસથી આગળ છે. અહેવાલમાં વિશ્વની ટોચની દસ કંપનીઓમાં ચાર ભારતીય કંપનીઓ ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ અને વિપ્રોનો સમાવેશ થાય છે.

Published On - 7:20 am, Sat, 20 March 21

Next Article