AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: Gautam Adani ગુજરાતના મુન્દ્રામાં કરશે કરોડોનું રોકાણ, 10 GW Solar Manufacturing Capacity સ્થાપિત કરશે

ગ્રીન એનર્જી(Green Energy) બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અદાણી ગ્રૂપ(Adani Group) વર્ષ 2027 સુધીમાં 10 ગીગાવોટની સંકલિત સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સ્થાપવા જઈ રહ્યું છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. ગૌતમ અદાણી(Gautam Adanu)ના ગ્રૂપની વર્તમાન સોલાર ઉત્પાદન ક્ષમતા ચાર ગીગાવોટ (4,000 મેગાવોટ)છે.

Kutch: Gautam Adani ગુજરાતના મુન્દ્રામાં કરશે કરોડોનું રોકાણ, 10 GW Solar Manufacturing Capacity સ્થાપિત કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:17 PM
Share

ગ્રીન એનર્જી(Green Energy) બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને અદાણી ગ્રૂપ(Adani Group) વર્ષ 2027 સુધીમાં 10 ગીગાવોટની સંકલિત સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સ્થાપવા જઈ રહ્યું છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે. ગૌતમ અદાણી(Gautam Adanu)ના ગ્રૂપની વર્તમાન સોલાર ઉત્પાદન ક્ષમતા ચાર ગીગાવોટ (4,000 મેગાવોટ)છે.

અદાણીએ તાજેતરમાં વેપાર ફાઇનાન્સ સુવિધા દ્વારા બાર્કલેઝ અને ડોઇશ બેંક પાસેથી સોલર મેન્યુફેક્ચરિંગ માટે 394 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.

નિકાસ માટે 3000 મેગાવોટથી વધુની ઓર્ડર બુક છે

અદાણી ગ્રુપના સૌર ઊર્જા ઉત્પાદન એકમ અદાણી સોલર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પાસે 3000 મેગાવોટથી વધુની નિકાસ ઓર્ડર બુક છે, જે આગામી 15 મહિનામાં પૂર્ણ થવાની છે. અદાણી સોલરની રચના વર્ષ 2015 માં કરવામાં આવી હતી જે સૌર ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી સોલાર પેનલ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી હતી. તે પછીના વર્ષે ઉત્પાદન શરૂ કર્યું અને છ વર્ષથી ઓછા સમયમાં તેની ક્ષમતા ત્રણ ગણી વધીને ચાર ગીગાવોટ થઈ ગઈ.

ગુજરાતના મુન્દ્રામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થપાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી સોલાર હાલમાં ગુજરાતના મુન્દ્રામાં 10 GW ક્ષમતાનું પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન એકમ સ્થાપી રહ્યું છે. આ જૂથનું સૌથી મોટું ઉત્પાદન એકમ હશે અને 13,000 નોકરીઓનું સર્જન કરશે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અપનાવવામાં મોખરે છે અને તેણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ અમલમાં મૂક્યું છે.

આ પણ વાંચો : એરલાઈન્સથી લઈને સોફ્ટ ડ્રિંક્સ સુધીની કંપનીઓ World Cup ના સમયે કરાવશે બમ્પર કમાણી, જાણો કેવી રીતે?

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) અદાણી ગ્રૂપની લિસ્ટેડ રિન્યુએબલ એનર્જી જનરેશન એન્ટિટીની સફળતા પછી અદાણી એન્ટરપ્રાઈઝ (AEL) એ 2015 માં અદાણી સોલર સાથે સોલર પીવી મેન્યુફેક્ચરિંગને લાઇન અપ અને ઇન્ક્યુબેટિંગમાં આગળ વધ્યા છે.

અદાણી સોલારે 1.2 GW સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે 2016 માં ઉત્પાદન શરૂ કર્યું હતું. 6 વર્ષથી ઓછા સમયમાં અદાણી સોલારે તેની ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણાથી વધુ 4 GW મોડ્યુલ અને 4 GW સેલ ક્ષમતામાં વધારો કર્યો છે જે તેને સૌથી ઝડપથી વિકસતી ક્ષમતા વિસ્તરણની દ્રષ્ટિએ સૌર ઉત્પાદન કંપનીઓમાંની એક બનાવે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">