Gautam Adani : 3 મહિનામાં અદાણી ગ્રુપના શેર 52% સુધી ગગડયા, જાણો શું છે કારણ

એક મીડિયા રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે(National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ્સના ખાતા ફ્રીઝ કર્યા છે. તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુ રકમના અદાણી ગ્રુપની ચાર કંપનીઓના શેર છે. જોકે અદાણી ગ્રુપે આ અહેવાલને ફગાવી દીધો હતો.

Gautam Adani : 3 મહિનામાં અદાણી ગ્રુપના શેર 52% સુધી ગગડયા, જાણો શું છે કારણ
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:33 AM

દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani) ના નેતૃત્વમાં અદાણી ગ્રુપની છ લિસ્ટેડ કંપનીઓના શેર છેલ્લા ત્રણ મહિનામાં 52 ટકા તૂટ્યા છે. ત્રણ મહિના પહેલા આ કંપનીઓના શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યા હતા. આ પૈકી અદાણી પાવર(Adani Power) ના શેરમાં સૌથી વધુ 52 ટકાનો ઘટાડો થયો છે. શેર 9 જૂને 167.1 રૂપિયાને સ્પર્શી ગયો હતો જે તેની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી છે. 17 ઓગસ્ટના રોજ તે 77.30 રૂપિયા પર બંધ થયો હતો.

અદાણી ગ્રુપના શેરના છેલ્લા ભાવ Adani Total Gas                 1,021.80  Adani Transmission         1,075.20 Adani Green Energy         939.00 Adani Ports and SEZ       704.50 Adani Enterprises           1,456.00 Adani Power                    77.30

આ સમયગાળા દરમ્યાન અદાણી ટોટલ ગેસ(Adani Total Gas)માં 42.5 ટકા, અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) 38.2 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 32.9 ટકા, અદાણી પોર્ટ્સ અને સેઝ (Adani Ports and SEZ) 23.1 ટકા છે. ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ(Adani Enterprises)માં 16.1 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના તમામ શેર મે અને જૂન વચ્ચે 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શેરોમાં ઘટાડો કેમ થયો ? એક મીડિયા રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે(National Securities Depository Ltd) ત્રણ વિદેશી ફંડ્સના ખાતા ફ્રીઝ કર્યા છે. તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુ રકમના અદાણી ગ્રુપની ચાર કંપનીઓના શેર છે. જોકે અદાણી ગ્રુપે આ અહેવાલને ફગાવી દીધો હતો. શેરમાં ઘટાડાને કારણે અદાણીની નેટવર્થ પણ ઘટી છે. ગયા મહિને 14 જૂને અદાણીની નેટવર્થ 77 અબજ ડોલર સુધી પહોંચી હતી પરંતુ હવે 54.5 અબજ ડોલર સુધી સરકી ગઈ છે.

તાજેતરના વર્ષોમાં અદાણી ગ્રુપના શેરમાં સારી તેજી આવી હતી. તે જ સાથે અદાણી ગ્રુપ 100 અબજ ડોલરની માર્કેટ કેપ હાંસલ કરનાર દેશનું ચોથું બિઝનેસ ગ્રુપ બન્યું હતું . અગાઉ ટાટા ગ્રુપ(Tata Group), એચડીએફસી ગ્રુપ(HDFC Group) અને મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રુપે(Reliance Group) આ પડાવ હાંસલ કર્યો છે. એક વર્ષ પહેલા અદાણી ગ્રુપની માર્કેટ કેપ રૂ 2 લાખ કરોડથી ઓછી હતી.

અદાણી ગ્રુપના શેરની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ અને લઘુત્તમ સપાટી

COMPANY                       52 Week High        52 Week Low

Adani Total Gas                        1,679.00               341.00  Adani Transmission               1,644.95                 231.65 Adani Green Energy              1,390.00                  65.00 Adani Ports and SEZ             901.00                     312.10 Adani Enterprises                 1,717.20                   199.00 Adani Power                          166.90                      34.50

ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું બુધવારે શેરબજારે ચાર દિવસની તેજી ઉપર બ્રેક લગાવી હતી . ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 56 હજારની ઐતિહાસિક રેકોર્ડ સપાટી પાર કરી હતી પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડા સાથે બંધ થયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 163 પોઇન્ટ ઘટીને 55629 અને નિફ્ટી 46 પોઇન્ટ વધી 16568 પર બંધ થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">