Gautam Adani કમાણીના મામલે અવ્વ્લ, ટોચના ધનિકોની યાદીમાં પણ જગ્યા મેળવી
દેશના ધનિક કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)એ એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનું બિરુદ મેળવ્યા બાદ હવે તેમની ખોવાયેલી સ્થિતિ પાછી મેળવી લીધી છે. તે ફરી એકવાર વિશ્વના અમીરોની ટોપ 20 યાદીમાં પહોંચી ગયા છે.બુધવારે કમાણી કરનારા અબજોપતિઓની યાદીમાં તેઓ બીજા સ્થાને હતા.

દેશના ધનિક કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)એ એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનું બિરુદ મેળવ્યા બાદ હવે તેમની ખોવાયેલી સ્થિતિ પાછી મેળવી લીધી છે. તે ફરી એકવાર વિશ્વના અમીરોની ટોપ 20 યાદીમાં પહોંચી ગયા છે.બુધવારે કમાણી કરનારા અબજોપતિઓની યાદીમાં તેઓ બીજા સ્થાને હતા.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રેન્કિંગમાં અદાણી $64.3 બિલિયનની નેટવર્થ સાથે 20મા ક્રમે છે. અદાણીએ હિંડનબર્ગ રિપોર્ટ બાદ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Krishna Janmashtami 2023 : આજે ગુજરાતમાં બેંક બંધ રહેશે, જન્માષ્ટમીના અવસર પર RBI એ રજા જાહેર કરી
અદાણી કમાણીમાં બીજા ક્રમે
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર બુધવારે તેમની સંપત્તિમાં $975 મિલિયનનો વધારો થયો હતો અને આ દિવસે તેઓ કમાણી કરનારાઓમાં વિશ્વમાં બીજા ક્રમે હતા. આ કેટેગરીમાં પ્રથમ સ્થાન માઈકલ ડેલનું હતું જેણે $1.22 બિલિયનની કમાણી કરી હતી. લગભગ 500 અબજપતિઓની આ યાદીમાં ડેલ એકમાત્ર એવા અબજોપતિ હતા જેમની સંપત્તિમાં બુધવારે એક અબજ ડોલરથી વધુનો વધારો થયો હતો.
બર્નાર્ડ આર્નોલ્ટ સૌથી વધુ ગુમાવનાર
બુધવારે અમેરિકી શેરબજારોમાં ઘટાડાને કારણે ઘણી મોટી કંપનીઓના શેર તૂટ્યા હતા. આનાથી એલોન મસ્ક, લેરી પેજ, જેફ બેઝોસ, સેર્ગી બ્રિન સહિત ઘણા અબજોપતિઓની નેટવર્થમાં ઘટાડો જોવા મળ્યો. એલોન મસ્કને $3.27 બિલિયનનું નુકસાન થયું, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ બુધવારના ટોપ લૂઝર હતા, તેમણે $4.39 બિલિયન ગુમાવ્યા. જેફ બેઝોસની સંપત્તિમાં $1.99 બિલિયનનો ઘટાડો નોંધાયો હતો.
વર્ષ 2023ની શરૂઆતમાં વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા
અદાણી ગ્રુપ આ વર્ષની શરૂઆતથી જ સમાચારોમાં છે. ગૌતમ અદાણી વર્ષ 2023ની શરૂઆતમાં વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા. આ પછી, જાન્યુઆરી 2023 માં હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા પછી, શેરબજારમાં સૂચિબદ્ધ તેમની 10 કંપનીઓના શેર તૂટી ગયા. આ કારણે તેમની સંપત્તિ $150 બિલિયનથી ઘટીને $64.3 બિલિયન થઈ ગઈ. ગૌતમ અદાણી હવે વિશ્વના અમીરોની યાદીમાં 20મા નંબરે છે. તેને ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો અને $150 બિલિયનની સંપત્તિ પ્રાપ્ત કરવામાં ઘણો સમય લાગશે.