ગૌતમ અદાણી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ ધકેલી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બન્યા, અદાણી એક વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ

|

Jul 20, 2022 | 6:42 AM

ફોર્બ્સની યાદીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પ્રથમ સ્થાને છે. એ જ મસ્ક જેણે તાજેતરમાં ટ્વિટર ખરીદવાનો અને બાદમાં ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

ગૌતમ અદાણી માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ ધકેલી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બન્યા, અદાણી એક વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ
Gautam Adani
Image Credit source: FILE PHOTO

Follow us on

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના(Adani Group) વડા ગૌતમ અદાણી(Gautam Adani)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણીએ માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ(Bill Gates)ને પણ પાછળ છોડી દીધા છે. વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી પાસે 115.5 અબજ ડોલરની સંપત્તિ છે. આ  લેટેસ્ટ માહિતી વિશ્વના પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટમાં સામે આવી છે. ફોર્બ્સના આંકડા દર્શાવે છે કે અદાણીની સંપત્તિ 2.9 અબજ ડોલરથી ઝડપથી વધવા લાગી છે અને આજે હાલ 115 અબજ  ડોલરને વટાવી ગઈ છે. ગૌતમ અદાણીની સંપત્તિ ભારતીય ચલણમાં 91,87,64,32,50,000 રૂપિયા પર પહોંચી ગઈ છે.

અદાણીની સંપત્તિ અને કમાણી વધવા પાછળનું સાચું કારણ અદાણી ગ્રૂપના શેરમાં સતત વધારાને કારણે માનવામાં આવી રહ્યું છે. અમીરોની યાદીમાં બિલ ગેટ્સ પહેલા ચોથા સ્થાને છે પરંતુ સંપત્તિમાં ઘટાડો થતાં તેઓ એક સ્તર નીચે સરકી ગયા અને ગૌતમ અદાણી ચોથા નંબરે આવી ગયા છે. ગૌતમ અદાણી પહેલેથી જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. હવે તેમની સંપત્તિમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સનું રેન્કિંગ નીચે આવી ગયું છે કારણ કે તેઓ તેમની સંપત્તિમાંથી 20 અબજ ડોલર દાન કરવા જઈ રહ્યા છે.

શા માટે ગેટ્સ 5મા સ્થાને સરકી ગયા?

એક અહેવાલ અનુસાર માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ગયા અઠવાડિયે તેમની બિન-લાભકારી સંસ્થા – બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સને તેમની સંપત્તિમાંથી 20 અબજ ડોલર દાનની જાહેરાત કર્યા પછી અબજોપતિઓની રેન્કિંગમાં ફેરફાર જોવા મળ્યો છે. આ કારણે ગૌતમ અદાણીનું રેન્કિંગ ઊંચુ ગયું છે અને બિલ ગેટ્સ જેવા ઉદ્યોગપતિ બિલિયોનેર્સની યાદીમાં નીચે આવી ગયા છે. બિલ ગેટ્સે કહ્યું છે કે તેઓ ધીમે ધીમે તેમની આખી સંપત્તિ તેમના ફાઉન્ડેશનમાં દાન કરશે જે તેમણે તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે બનાવી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જો સરખામણી કરવામાં આવે તો અદાણીના દેશબંધુ ભારતના રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી 87.7 અબજ ડોલરની નેટવર્થ સાથે ફોર્બ્સની યાદીમાં 10મા સ્થાને છે. અદાણી ગ્રૂપનો મુખ્ય બિઝનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટીઝ, પાવર જનરેશન અને પાવર ટ્રાન્સમિશન અને રિયલ એસ્ટેટનો છે. અદાણી ગ્રૂપના વડાએ તાજેતરમાં જ તેમના 60મા જન્મદિવસે સામાજિક કાર્યો માટે રૂ. 60,000 કરોડનું દાન આપવાની વાત કરી હતી. અદાણી ફાઉન્ડેશન મેનેજમેન્ટ હેઠળ આ દાનની રકમનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે કરવામાં આવશે.

પ્રથમ સ્થાને કોણ છે ?

ફોર્બ્સની યાદીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પ્રથમ સ્થાને છે. એ જ મસ્ક જેણે તાજેતરમાં ટ્વિટર ખરીદવાનો અને બાદમાં ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તેમની કુલ સંપત્તિ 230 અબજ ડોલર છે. લુઈસ વિટનના બર્નાર્ડ આર્નલ બીજા સ્થાને અને એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ચોથા સ્થાને છે. બિલ ગેટ્સ પાંચમા સ્થાને છે.

ભારતના રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં દસમા ક્રમે છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 88 અબજ ડોલર છે. વર્ષે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી અમીરનો તાજ પોતાના માથા પર શણગાર્યો હતો. એક વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારાઓમાં અદાણી પ્રથમ ક્રમે છે.

Published On - 6:42 am, Wed, 20 July 22

Next Article